ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત…

0

વતનનાં રતન: આઝાદીની અમર કથાઓ

આજે સુપ્રસિદ્ધ સાહિત્યકાર સાંઈરામ દવેના કંઠે આઝાદીની અમર કથાઓ સાંભળવાનો અનેરો અવસર

ભરૂચ: આઝાદીના અમૃતકાળમાં સમગ્ર દેશ જ્યારે “મારી માટી મારો દેશ :વીરોને વંદન” કાર્યક્રમ મનાવી રહ્યો છે ત્યારે સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરે મહામૂલી આઝાદી અપાવવામાં જે નરબંકાઓએ શહીદી વ્હોરી છે તેમને યાદ કરવા તથા તેમના બલિદાનને નવી પેઢી સુધી પહોંચવા માટે જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ દ્વારા આયોજિત “વતનનાં રતન: આઝાદીની અમર કથાઓ” સુપ્રસિદ્ધ સાહિત્યકાર સાંઈરામ દવેના કંઠે આઝાદીની અમર કથાઓ સાંભળવાનો અનેરો અવસર નગરજનોને મળવાનો છે. આજે તા.૧૫મી ઓગષ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસે સાંજે ૮:૩૦ કલાકે પંડિત ઓમકારનાથ ઠાકુર હૉલ ખાતે ‘વતનના રતન: આઝાદીની અમર કથાઓ’ કાર્યક્રમ યોજાશે.

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *