ભરૂચ જીલ્લા મહેસુલી વિસ્તારમાં જે તે ટ્રાન્સપોર્ટના માલિકો નોંધે.
ભરૂચ-મંગળવાર :- ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાન અને ભુતકાળમાં બનેલ બનાવો જોતાં,
આતંકવાદી તત્વો દ્રારા વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્રારા જાનહાની, માલ મિલ્કતોને નુકશાન પહોંચાડી ભયનો માહોલ
સર્જવાની ઘટનાઓ ઘટેલ છે અને આ ઘટનાઓમાં મોટે ભાગે બોમ્બ બ્લાસ્ટ કરવામાં સ્લીપર સેલનો ઉપયોગ આતંકવાદી સંસ્થાઓ
કરતી હોય છે. આ પ્રકારની અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો મોટે ભાગે રાજય બહારના, પરપ્રાંતિય વિસ્તારમાંથી પ્રવેશી
ભૌગોલીક પરિસ્થિતિથી વાકેફ થઈ આ પ્રકારની પ્રવૃતિઓ આચરતા હોય છે અને ગમે તે રીતે ટ્રાન્સપોર્ટ માં ડ્રાઈવર/કંડકટર તરીકે
નોકરી મેળવીને પોતાનો ઈરાદો પુરો કરતાં હોય છે.જેના કારણે જાહેર સલામતી સુરક્ષા તેમજ શાંતિનું વાતાવરણ જોખમાવાના કારણે
આમ નાગરીકો તેમજ પ્રજામાં અસુરક્ષાન અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય છે. જેથી આ પ્રકારના તત્વોને
નિયંત્રણમાં લેવા માટે ટ્રાન્સપોટેશનનું કામ કરતાં માલીકો તરફથી તેમને ત્યાં જે ડ્રાઈવર તથા કંડકટર લકઝરી બસ તથા ટ્રક, ટેમ્પો,
ટેન્કર વિગેરે વાહનો ઉપર કામ કરવા રાખવામાં આવે તો તેઓએ ભરતી કરતાં પહેલાં જે તે વ્યકિતનું પુરેપુરૂ નામ, સરનામુ જેમાં
હાલનું સરનામું અને મુળ વતનન સરનામું તેમજ તેને અત્રેના જીલ્લામાં કોણ ઓળખે છે તેનું નામ સરનામું તેમજ તેનો અગાઉનો
પુર્વ ઈતિહાસ વિગેરેની માહિતી ડ્રાઈવર, કંડકટર તરીકે રાખનાર માલીક પાસે ઉપલબ્ધ હોતી નથી. જેના કારણે આ ડ્રાઈવર, કંડકટર
ઘણીવાર લાખો રૂપિયાનો માલ સમાન જે તે જગ્યાએ નહીં પહોંચાડી બીજા અન્યને સગેવગે કરીને ગમે ત્યાં વાહન મુકીને જતાં રહે
છે. તેમજ આતંકવાદી સંસ્થાઓ તરફથી ડ્રાઈવર, કંડકટરને લાલચ આપી બોમ્બ બ્લાસ્ટ જેવાં બનાવો કરવામાં સ્લીપર સેલ તરીકે
ઉપયોગ કરતાં હોઈ છે અને આવા કૃત્યો કરનાર ઈસમો ગુનો કરીને ભાગી ગયા પછી ઝડપથી પકડી શકાતાં નથી. અને નકકી કરેલ
કૃત્યને અંજામ આપી નિર્દોષ માણસોની જીંદગીની ખુવારી કરી સલામતી અને શાંતિનો ભંગ કરે છે.જેથી આવી પ્રવૃતિઓ ઉપર
જરૂરી નિયંત્રણો મુકવા જાહેરહિત અને જીલ્લાની સુરક્ષા માટે જરૂરી જણાય છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન.આર. ધાધલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ
સત્તાની રૂ એ એક હુકમ ધ્વારા ભરૂચ જીલ્લા મહેસુલી વિસ્તારમાં જે તે ટ્રાન્સપોર્ટના માલિકોએ નિયત ફોર્મમાં જરૂરી વિગતો ભરીને
ફરજીયાતપણે સંબંધીત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે.
ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ -૧૬૩ મુજબ પોલીસઅધિકારીશ્રીઓ પણ આ હુકમની જાહેરાત કરવા
અધિકૃત ગણાશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork