અંકલેશ્વર શહેરમાં જલારામ મંદિર દીવા રોડ પાસે આવેલી સોસાયટીમાંથી મોડી રાત્રે એનડીઆરએફની રેસ્ક્યુ ટીમે એક મહિલાનું રેસ્કયુ કર્યું

ભરૂચ- સોમવાર- સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મોડી રાત્રે અંકલેશ્વર સિટીમાં જલારામ મંદિર દીવા રોડ પાસે આવેલા સોસાયટીમાંથી એનડીઆરએફની રેસ્ક્યુ ટીમ દ્નારા મહિલાને રેસ્કયુ કરવામાં સફળતા મળી હતી. નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી. તે વેળાએ મહિલાએ રેસ્કયુ ટીમ અને વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.
ભરૂચ ચાણક્ય સમાચાર.