રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન ઝુંબેશ- ભરૂચ જિલ્લો.
રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમને અનુલક્ષી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી જનજાગૃતિ અભિયાન રેલી યોજાઇ.
આગામી ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન નેત્રંગ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ યોજાશે.
આરોગ્ય કાર્યકર/દવા વિતરની હાજરીમા ગોળીઓ અવશ્ય ગળીને આરોગ્ય કર્મચારીઓને સાથ – સહકાર આપી હાથીપગા રોગ
નિર્મૂલનમાં સહભાગી બનવા નમ્ર અપીલ કરતું આરોગ્ય વિભાગ.
ભરૂચ- શુક્રવાર- ડીસ્ટીક હેલ્થ સોસાયટી ભરૂચ દ્નારા રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમ હેઠળ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામા
આવ્યુ છે. જેના ભાગ રૂપે ભરૂચ જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. નિલેશ પટેલ સિધી દેખરેખ હેઠળ નેત્રંગ તાલુકામા જનજાગૃતિ
અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ નેત્રંગના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગના
કર્મચારીઓ થકી બેનરો સાથે નગરના મુખ્ય માર્ગ પર જનજાગૃતિ રેલી યોજી હતી.
નેત્રંગ તાલુકાના ૭૭ ગામોના કુલ ૧૦૭૩૧૭ લોકોને DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ
આગામી ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન નેત્રંગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચાસવડ, બિલોઠી, મોરીયાણા, ખરેઠા અને થવા પ્રાથમિક
આરોગ્ય કેન્દ્રો દ્વારા સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ યોજાનાર છે. આ દવાઓની કોઇ પણ આડઅસર નથી. હાથીપગાથી મુક્ત
ભાવી પેઢી બનાવવા માટે સરકાર કટીબદ્ધ છે. એટલે જ આરોગ્ય કાર્યકર/દવા વિતરક આપના ઘર આંગણે ડી.ઇ.સી. અને
આલ્બેન્ડાઝોલ ગોળીઓ ગળાવવા આવે ત્યારે તેમની હાજરીમા ગોળીઓ અવશ્ય ગળીને આરોગ્ય કર્મચારીઓને સાથ – સહકાર
આપી હાથીપગા રોગ નિર્મૂલનમાં સહભાગી બનવા આરોગ્ય વિભાગે નમ્ર અપીલ કરી હતી.
આ રેલીમાં ભરૂચ જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. નિલેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.એ.એન.સિંધ,સહિત મોટી
સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને સામાન્ય લોકો પણ જાગૃતિ રેલીમાં જોડાયા હતા.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork