નારી વંદન ઉત્સવ-૨૦૨૩
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા “મહિલા કર્મયોગી દિવસ ”ની ઉજવણી કરવામાં આવી
ભરૂચ: શનિવાર: આજરોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા શ્રમ અધિકારીશ્રી જિલ્લા રોજગાર કચેરી, ઈન્ડસ્ટ્રીયલ અશોશિયેશના નેતૃત્વ હેઠળ નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા નેતૃત્વ દિવસ”નું આયોજન “ગ્રામ પંચાયત રાજપારડી,તાઝઘડિયા”,ખાતે કરવામાં આવ્યું.




આ કાર્યક્રમની શરૂઆત પ્રાસંગિક ઉદબોધન મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં જુદા જુદા વિભાગ તેમજ સંસ્થામાંથી પધારેલ અધિકારીશ્રીઓ તેમજ મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમને અનુરૂપ મહિલાઓને સમજ આપી હતી.
પ્રોગામ દરમ્યાન પુર્વી સેવા ટ્રસ્ટ દ્વારા મહિલા નેતૃત્વ દિવસની થીમ પર નાટક ભજવવામાં આવ્યુ અને નાટ્ય સ્વરૂપે મહિલાઓને પોતે જાતે નેતૃતવ લઈ પોતાનો વિકાસ કઈ રીતે કરી શકે છે એ બાબતે નાટય સ્વરૂપે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજનાના મંજુરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું. અંતે મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા
સર્વેનો આભાર માની આ કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, બાગાયત નિરીક્ષકશ્રી, તાલુકા
પંચાયત સભ્યશ્રી તેમજ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સ્ટાફ તેમજ મહિલાઓ હાજર રહ્યા હતા.
ભરૂચ ચાણક્ય સમાચાર.