ભારત ભારતી સંસ્થા દ્નારા ભરૂચ ખાતે વિવિધ સમાજનાં આગેવાનોની મિંટીંગ યોજાઈ

0

ભરૂચ- સોમવાર- રાષ્ટ્રીય એકાત્મતાને સમર્પિત ભારત- ભારતી સંસ્થા દ્નારા ભરૂચ ખાતે વિવિધ પ્રાંત તેમજ સમાજનાં
લોકો વચ્ચે સ્નેહભાવ, મૈત્રીભાવ તેમજ આપણા દેશ માટે રાષ્ટ્રાભાવ પેદા થાય એ હેતુથી ખૂબ અગત્યની મિંટીંગ યોજાઈ હતી. પ્રત્યેક શહેરમાં વિવિધ પ્રાન્તનાં તેમજ સમાજનાં લોકો વચ્ચે આપણી સાંમજસ્ય તેમજ સમાજનાં લોકો વચ્ચે આપસી સાંમસ્ય તેમજ મૈત્રીભાવ વધે અને બધા વચ્ચે લધુભારતની સંકલ્પના સાકાર થાય એ હેતુથી ભારત ભારતીનાં રાષ્ટ્રીય પ્રમુખ શ્રી વિનય પતરાલે સુરત ખાતે ૨૦૦૫માં આ સંસ્થાની સ્થાપના કરી હતી.

આ મિંટીંગમાં ભારત સરકારના લો મીનીસ્ટર શ્રી અર્જુનરામ મેધવાલ તેમજ દીલ્હીના રાજયપાલ શ્રી વિનય કુમાર સકસેના તેમજ સમગ્ર ભારતમાંથી ૨૫ થી ૨૬ પ્રાંતના લોકો તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *