વન સેતુ ચેતના યાત્રામાં નેત્રંગ તાલુકા ખાતે ભરૂચ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતી જોડાશે.
ઉમરગામ થી અંબાજી સુધી તા. ૧૮ મી થી ૨૨ મી જાન્યુઆરી સુધી વન સેતુ ચેતના યાત્રા યોજાશે
ભરૂચ- ગુરુવાર- રાજ્યમાં આવનારી તા.૧૮મી થી ૨૨મી જન્યુઆરી ૨૦૨૪ સુધી ઉમરગામ થી અંબાજી સુધી વન સેતુ
ચેતના યાત્રા યોજાનાર છે. આ યાત્રા નવસારી, ડાંગ, સોનગઢ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, મહીસાગર,
અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના વિવિધ સ્થળો પરથી પસાર થનાર છે. આ વનસેતુ ચેતના યાત્રા જે તાલુકામાંથી પસાર થશે
તે દરમ્યાન કાર્યક્રમ યોજાનાર છે.
આ યાત્રા અન્વયે, આજે ૧૯ મી જાન્યુઆરી ૦૨:૦૦ કલાકે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે પ્રભારીમંત્રીશ્રી કુંવરજીભાઈના
અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમ અને ૦૨:૪૫ થી ૦૪:૩૦ કલાકે મોવી ખાતે જનસભાનું આયોજન થનાર છે. આ તબક્કે ભરૂચ
જિલ્લામાં ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા અને ઝઘડીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી રિતેશભાઈ વસાવા પણ વન સેતુ
ચેતના યાત્રામાં જોડાશે.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now: https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork