નેત્રંગ તાલુકામાં એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત સામુહિક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો.
હાથીપગાને દેશવટો આપવા આરોગ્ય વિભાગની ૯૯ જેટલી ટીમો ગામડાંઓ, સરકારી કચેરીઓ, સ્કૂલો, કોલેજ અને જાહેર સ્થળો
તૈનાત રહી સેવા પૂરી પાડી.
ભરૂચ- મંગળવાર- ભરૂચ જિલ્લામાં એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત તા.૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન
નેત્રંગ તાલુકામા સામુહિક દવા વિતરણના કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત સામુહિક દવા વિતરણ અન્વયે નેત્રંગ તાલુકામાં ૯૯ જેટલી આરોગ્ય
વિભાગની અલગ – અલગ ટીમો કામગીરી કરી રહી છે. જેમાં અલગ વિસ્તારો ઉભા કરેલા ૩૫ જેટલા બુથો ઉપર, જાહેર સ્થળો,
મોબાઈલ ટીમની મદદ થકી.
૯૯૮૬૨ જેટલી વસ્તીને દવા આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો. જેમાંથી અંદાજિત ૯૪૪૩૧ જેટલી વસ્તીને આવરી લેવાઈ છે.
આમ નેત્રંગ તાલુકાના ગાંમડાઓ અને તમામ સરકારી કચેરીઓ,બેંક સાથે તાલુકાની ૧૩૭ સ્કૂલો અને કોલેજમાં પણ દવા આપવામાં
આવી છે.
નેત્રંગ તાલુકાના તમામ ગામડાંઓમાં હાથ ધરાયેલા સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ સાથે – સાથે નેત્રંગ કોર્ટ, તાલુકા પંચાયત
કચેરી, મામલતદાર કચેરી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા વગેર કચેરીના તમામ કર્મીઓએ, આરોગ્ય વિભાગ દ્વારા હાથીપગાને દેશવટો
આપવાના કાર્યને આવકારી સામુહિક દવા ગળી અન્યોને પ્રેરણા પુરી પાડી હતી.
તાલુકામાં આરોગ્યકર્મીઓ દ્વારા “ડોટ પધ્ધતી” મુજબ રૂબરૂમા દરેકને DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટ આપવામા આવી
હતી. ફાઇલેરિયા મુક્ત ભાવી પેઢી માટે આ દવા લેવી ખૂબ જરૂરી છે. ત્યારે કોઈ પણ પ્રકારની આડઅસર ન ધરાવતી આ દવા લઈ,
સૌ હાથીપગાથી મુક્ત ભાવી પેઢી બનાવવા માટે કટીબધ્ધ બને તે જરૂરી છે.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork