ભરૂચ જિલ્લામાં રહેણાંક વિસ્તાર તથા અવર-જવર કરનારાઓને હરકત/અગવડ ત્રાસ જોખમ, ભય નુકશાન થતું અટકાવવા સારૂ જાહેર જગ્યાઓમાં લાઉડ સ્પીકર, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તેમજ ડીજીટલ સાઉન્ડ સિસ્ટમના અનિયંત્રિત ઉપયોગ ઉપર મનાઈ ફરમાવતુ જાહેરનામું.
ભરૂચ: મંગળવાર:- ભરૂચ જીલ્લામાં જાહેર જગ્યાઓમાં લાઉડસ્પીકર, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તેમજ ડીજીટલ સાઉન્ડ સિસ્ટમના
અનિયંત્રીત ઉપયોગથી ધ્વનિ પ્રદુષણ થાય છે. જેની નાગરીકોના આરોગ્ય ઉપર વિપરીત અસર થાય છે. તેમજ ધ્વનિ પ્રદુષણના લીધે
નાગરીકોના કામમાં તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસમાં અડચણ ઉભી થાય છે અને ઉપરોકત સાધનોના અનિયંત્રિત ઉપયોગથી
સુલેહભંગ તેમજ સાંપ્રદાયિક કોમી હિંસાના બનાવો બને છે. આથી રહેણાંક વિસ્તાર તથા અવર-જવર કરનારાઓને હરકત/અગવડ
ત્રાસ જોખમ, ભય નુકશાન થતું અટકાવવા સારૂ જાહેર જગ્યાઓમાં લાઉડ સ્પીકર, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તેમજ ડીજીટલ સાઉન્ડ
સિસ્ટમના અનિયંત્રિત ઉપયોગ ઉપર મનાઈ ફરમાવતુ જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાય છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન આર ધાધલે સને ૧૯પ૧ નાં મુંબઈ પોલીસ (સને ૧૯૫૧ નાં ૨૨ માં) અધિનિયમની કલમ-૩૩ ની
પેટા કલમ-૧ ના પેટા કલોઝ (એન) અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબ પ્રતિબંધાત્મક આદેશ ફરમાવેલ છે.
(૧) ડી.જે./લાઉડસ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમના સાધનો બનાવનાર/વેચનાર ખરીદનાર/ભાડે આપનાર ભાડે લેનાર વ્યકિત
સંસ્થાઓએ આ કામ કરતા પોતાના કર્મચારીઓ તથા કાર્યક્રમ અંગેની જે–તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં સંપૂર્ણ વિગતવાર સાથેની
માહિતી વખતો વખત આપવાની રહેશે.
(૨) ડી.જે./લાઉડસ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરતી વખતે નામદાર સુપ્રીમ કોર્ટના વખતો વખતના ચુકાદાના
નિર્દેશો ઘોંઘાટ ઉત્પન્ન કરતા અને નીપજાવતા સ્ત્રોતોના નિયંત્રણ અને નિયમન માટે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય
દ્વારા પર્યાવરણ(સુરક્ષા) અધિનિયમ-૧૯૮૬ ની કલમ-૬ તથા ૨૫ હેઠળ ધ્વનિ પ્રદૂષણ(નિયમન અને નિયંત્રણ) નિયમો ૨૦૦૦
સંદર્ભ-૨ તારીખઃ ૧૪/૦૨/૨૦૦૦ ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે, જેમાં તારીખ ૧૧/૦૧/૨૦૨૧ ના રોજ આ નિયમમાં
સુધારો કરવામાં આવેલ છે. જે પ્રમાણે ધ્વનિ પ્રદૂષણ નિયમો ૨૦૦૦ અન્વયે ધ્વનિની માત્રાના ધોરણે નકકી કરવામાં આવેલ રજીસ્ટર
પણ નિભાવવાનું રહેશે અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(૩) જાહેર સ્થળોની વ્યાખ્યા નકકી કરાયેલ છે અને જાહેર સ્થળનો કબજો ધરાવનાર ધ્વારા લાઉડ સ્પીકર સિસ્ટમનું તથા અન્ય
સાધનોથી ઉત્પન્ન થતા અવાજની માત્રા જે તે વિસ્તારની નિયત માત્રા કરતા વધવી ન જોઈએ, જે અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવે
છે.
(૪) ખાનગી સ્થળે થતી કાર્યવાહીના કારણે જે તે વિસ્તારની નિયત માત્રા કરતા ધ્વનિની માત્રા વધવી ન જોઈએ.
(૫) કોઈ ઓડીટોરીયમ કોન્ફરન્સ હોલ કોમ્યુનિટી હોલ કે ખાનગી મકાન જેવા બંધ સ્થળો વિગેરેમાં માઈક સિસ્ટમ અંદરના ભાગે
વગાડવા ઉપર કોઈ પ્રતિબંધ નથી પરંતુ તેનો અવાજ જે સ્થળેથી બહાર જવો જોઈએ નહી.
(૬) ધાર્મિક સ્થળોમાં કલાકઃ ૦૬/૦૦ થી કલાક :૨૧/૦૦ સુધી વગર પરવાનગીએ લાઉડ સ્પીકર વાંજિત્રો/પબ્લીક એડ્રેસ સિસ્ટમનો
ઉપયોગ કરી શકાશે. પરંતુ તેનો અવાજ એ રીતે મર્યાદિત કરેલો હોવો જોઈએ કે સંકુલની હદની બહાર જવો ન જોઈએ.
(૭) લગ્નના વરઘોડા કે અન્ય કોઈ કાર્યક્રમમાં કલાક ૦૬:૦૦ થી કલાક ૨૨:૦૦ દરમ્યાન લાઉડ સ્પીકર અથવા ડી.જે. સિસ્ટમનો
ઉપયોગ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી લઈને કરી શકાશે.
આ હુકમનો અમલ તા.૨૯/૦૧/૨૦૨૪ થી દિન-૬૦ સુધી ભરૂચ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં રહેશે. આ જાહેરનામાના
હુકમના ભંગ બદલ ધ્વનિ પ્રદૂષણ(રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) નિયમ-૨૦૨૨ ઈ.પી.કો. ૨૯૦ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૧ મુજબ
ઉપરોક્ત માલિક, ભાગીદાર, મેનેજર, સંચાલકની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ અધિક જિલ્લા
મેજીસ્ટ્રેટશ્રી તરફથી મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork