સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ડુંગરા અને ઝરણા ગામે ગ્રામજનો દ્વારા શ્રમદાન
ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યાં છે લોકો
ભરૂચ – સોમવાર – “સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ થયું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના શહેર અને વિવિધ ગ્રામિણ વિસ્તારોમાં પણ “સ્વચ્છતા હી સેવા” ની નેમ સાથે સ્વચ્છતા અભિયાન અવિરત ચાલી રહ્યું છે. અહીં તબક્કાવાર આયોજનપૂર્વક વિવિધ વિસ્તારોમાંથી કચરો, ગંદકી દૂર કરીને તેનો યોગ્ય રીતે નિકાલ કરીને વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહ્યા છે.
‘સ્વચ્છતા હી સેવા’માં શ્રમદાન આપતાં હાંસોટ તાલુકાના ડુંગરા ગામે શાળા અને આંગણવાડીની આસપાસ સાફ-સફાઈ
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આંગણવાડીના તમામ બહેનો દ્વારા પરિસરની સાફસફાઈ કરવામાં આવો હતી. ઝરણા ગામે પણ થીમ આધારિત શાળા અને આંગણવાડીની આસપાસ સાફ-સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોએ અને આંગણવાડીની કાર્યકર બહેનો જોડાઈ હતી.




ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800