ખાસ લેખ-જાણીએ વાહન અકસ્માત સારવાર સહાય યોજના વિશે

0

રાજ્યની હદમાં થયેલ વાહન અકસ્માતનો ભોગ બનનાર તમામ ઈજાગ્રસ્તોને આપવામાં આવતી સહાય.

ભરૂચ- ગુરુવાર- આજે દુનિયાભરમાં વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. વાહનોની વધતી જતી સંખ્યા અકસ્માત પણ નોતરી રહી છે. રોજબરોજ સમુહ માધ્યમોમાં વાહન અકસ્માતના સમાચાર છપાતા રહે છે. કોઈ પણ અકસ્માત થાય તો જો એક કલાકની અંદર ઈજાગ્રસ્તને સારવાર મળી જાય તો રાહત થવાની સંભાવના વધી જતી હોય છે. જો ઈજા પામનારને સારવાર મળી જાય તો મૃત્યુનું પ્રમાણ ટાળી શકાય છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વાહન અકસ્માત સારવાર યોજના અમલમાં મુકી છે. જેમાં ગુજરાતના કોઈપણ વિસ્તારમાં અકસ્માતમાં ઇજા પામનારને અકસ્માતના પ્રથમ ૪૮ કલાક માટે મફત તબીબી સારવાર પુરી પાડવામાં આવે છે. આવો જાણીએ કંઈ રીતે મેળવી શકાય યોજનાનો લાભ અને તેની પાત્રતા વિશે…

( બોક્સ )

રૂપરેખા અને તેનો લાભ અકસ્માત બાદના પ્રથમ ૪૮ કલાક સુધીની સારવાર રૂ.૫૦,૦૦૦ ની મર્યાદામાં નિઃશુલ્ક મળવાપાત્ર રહેશે
-રાજ્યની ટ્રસ્ટ અથવા ખાનગી હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ શકે છે.
-જે-તે હોસ્પિટલ દ્વારા જે તે ઈજાગ્રસ્તને ૪૮ કલાકમાં પુરી પાડેલ સારવાર અંગેનું બિલ દિન-૧૦ માં સંબધિત જિલ્લાનાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી સમક્ષ રજૂ કરવાનું રહેશે
-જે-તે હોસ્પિટલે બનાવ અંગેની જાણ લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે અને અંગેનો એમ.એલ.સી. નંબર (મેડીકો લીગલ કેસ નંબર) ની વિગત સાથે રજૂ કરવાની રહેશે

યોજનાની પાત્રતા
-ગુજરાત સરકાર દ્વારા તમામ ઇજાગ્રસ્તોને લાભ આપવામાં આવે છે.
-કોઈ નાણાકીય પરિસ્થિતિ, રાજ્ય કે રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વગર લાભ આપવામાં આવે છે.
-ગુજરાત રાજ્યની હદમાં થયેલ રોડ અકસ્માતમાં ઇજા પામનાર તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે.
આ યોજનાનો લાભ મેળવવા માટે ઇજા પામનાર વ્યક્તિ અથવા તેના સગાએ લાભ મેળવવા અંગેનું સંમતિપત્ર આપવાનું
રહેતુ હોય છે. આ યોજનાની માહિતી આપ પણ લો અને આપના સગાવહાલા તેમજ જરૂરીયાતમંદને આપો જેથી કોઈનો જીવ બચી શકે અને ઈજાગ્રસ્તને તુરંત સારવાર મળી શકે.

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *