ભરૂચ જીલ્લા માટે કાયદા અધિકારીશ્રીની ૧૧ માસની મુદત માટે કરાર આધારીત નિમણુંક માટે અરજીઓ મંગાવવા બાબત

0

ભરૂચ- બુધવાર- કલેક્ટર કચેરી ખાતે ૧૧ (અગીયાર) માસની મુદત માટે કરાર આધારીત કાયદા અધિકારીશ્રીની
૧(એક) જગ્યા ભરુચ જીલ્લા માટે નિમણુંક કરવાની છે. આ અંગેની અરજીઓ નીચેની લાયકાત/અનુભવ ધરાવતા
ઉમેદવારશ્રીઓ પાસેથી તા. ૦૩/ ૦૬/ ૨૦૨૩ સુધીમાં કલેકટર કચેરી,ભરૂચ ખાતે રૂબરૂ/ટપાલ દ્વારા મંગાવવામાં આવે
છે. અરજીમાં ઉમેદવારનું નામ, જન્મ તારીખ, રહેઠાણનું સ્થળ (કાયમી/હંગામી) મોબાઈલ નંબર, શૈક્ષણીક
લાયકાત,અનુભવની વિગતો દર્શાવવી તથા આ અંગેના પ્રમાણીત આધાર પુરાવા અરજી સાથે સામેલ રાખવા.

(૧) અરજદારશ્રીની ઉપર ૫૦(પચાસ) વર્ષથી વધુ હોવી જોઈએ નહી.

શૈક્ષણીક લાયકાતઃ-
(૧) કાયદાની (સ્પેશ્યલ) ડીગ્રી અથવા કેન્દ્ર અથવા રાજય સરકારના કાયદા ધ્વારા સ્થપાયેલ યુનિવસીર્ટી દ્વારા
એચ.એસ.સી.બાદ પાંચ વર્ષનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવાનું ડીગ્રી અથવા યુનિવસીટી માન્ય કમિશન એકટ ૧૯૫૬ની
કલમ ૩ દ્વારા સ્થપાયેલ યુનિવસીર્ટી ધ્વારા મેળવેલ કાયદાની ડીગ્રી.
(2) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ માં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર ઉપયોગનું
પાયાનું જ્ઞાન.
(૩) ગુજરાતી, હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન
(૩) અનુભવઃ–
(૧) હાઈકોર્ટના તાબા હેઠળની કોર્ટમાં એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો
અનુભવ.
(૨) હાઈકોર્ટમાં એડવોકેટ અથવા સરકારી વકીલ અથવા એટર્ની તરીકેનો પાંચ વર્ષનો અનુભવ
(૩) સ્થાનિક સ્વરાજય સંસ્થા અથવા સરકાર હસ્તકના બોર્ડ નિગમ અથવા કંપની કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીમાં
કાયદાકીય બાબતોના પાંચ વર્ષનો અનુભવ, ઉકત અનુભવ અંગેના પ્રમાણપત્ર ઉમેદવારશ્રીએ જયાં પ્રેકટીસ કરેલ હોય તે
રજીસ્ટ્રારશ્રી, હાઈકોર્ટ, જીલ્લા નામદાર પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજશ્રી અથવા સંબંધિત સીટી સીવીલ કોર્ટના મ્યુનિસિપલ
સીવીલ જજશ્રી અથવા કંપની કાયદા,સરકાર હસ્તક્ના નિગમ, સ્થાનિક સ્વરાજની સંસ્થાના કચેરીના વડા ધ્વારા
પ્રમાણીત કરેલ હોવા જોઈએ.
(૪) ઉમેદવારશ્રી ગુજરાતીમાં લખી શકે તે અંગેનું જ્ઞાન તથા ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજી માંથી ગુજરાતીમાં
ભાષાંતર કરી શકે તે મુજબનું જ્ઞાન હોવું જોઈએ. આ જ્ઞાન હોવા અંગેનું પ્રમાણપત્ર ઉપર મુજબના અધિકારીશ્રીઓ દ્નારા
પ્રમાણિત કરેલ પ્રમાણપત્ર બીડવાનું રહેશે.
(૫) પગાર :- માસિક રૂા. ૬૦,૦૦૦/- અંકે રૂપીયા સાઈઠ હજાર પુરા ફીક્સ.

આ સિવાયની અન્ય બોલીઓ,શરતો બજાવવાની સામાન્ય ફરજો અને જવાબદારીની વિગતો આ કચેરીના નોટીસ બોર્ડ
જોઈ શકાશે.
નોંધ :-
(૧) સંબંધિત ઉમેદવારોને જયારે ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે ત્યારે ઉમેદવારે અસલ ડોકયુમેન્ટ સાથે લાવવાના રહેશે અનેસ્વખર્ચે ઈન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે.
(૨) અધુરી વિગતવાળી તેમજ નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહી.
તેમ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભરૂચ તુષાર ડી.સુમેરા દ્નારા મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.

ભરૂચ ચાણક્ય સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *