ચાસવડ મુકામે વનકુટીરનાં લોકાર્પણ તથા ખેડુતોની આવકમાં વધારા સાથે પર્યાવરણની જાળવણી માટે કિશાન શિબીરનું આયોજન
ભરૂચ- મંગળવાર- આશ્રમ શાળા ચાસવડ મુકામે વનકુટીરનાં લોકાર્પણ તથા ખેડુતોની આવકમાં વધારા સાથે પર્યાવરણની જાળવણી માટેની કિશાન શિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ વનકુટીરનું લોકાર્પણ ડૉ. શશીકુમાર IFS વન વર્તુળ – સુરતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
શિબીરમાં FPO ડિરેક્ટર શ્રી ગિરીશભાઇ પટેલ તથા અશ્વિનકુમાર માંગરોલાના અનુભવ તથા આવક વધારા અને
પગભર થવા બાબતે મુદ્દાસર સમજ આપી હતી. વન વિકાસ તથા વન વિસ્તરણ વનની આવરણ અને મહત્વની બાબતો
વન વિભાગની વિવિધ યોજનાકીય માહિતી પુરી પાડી હતીને દેશ પ્રત્યેનો રૂણ અદા કરવા ઉપર ભાર મુક્યો હતો.
આ પ્રસંગે શ્રી ખુમાનસિંહ વાંસીયા પૂર્વ રાજ્યકક્ષાનાં વન મંત્રીશ્રીએ વન સંપત્તિ ઉભી કરવા તથા દેશ માટે
યોગદાન આપવા ઉપર ભાર મુકી વૃક્ષોનું વાવેતર કરી આર્થિક રીતે પગભર થઈ શકાય છે. વન વિસ્તરણ એ આપણી
સામુહિક જવાબદારી છે.
સામાજીક વનીકરણ વિભાગનાં નાયબ વન સંરક્ષકશ્રી સુશ્રી ઉર્ષાબેન પ્રજાપતિ એ સામાજીક વનીકરણ
વિભાગની વિવિધ યોજનાઓ તથા વાઇલ્ડ લાઇફ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડૉ. શશીકુમાર IFS દ્રારા ખુબ ગહન અને મનનીય બાબતો સમજાવી, ખેડૂતો
નિલગીરી- સાગ- સિસમ વાંસ- ખેર તથા ફળાઉ ઝાડો વાવેતર કરે અને આર્થિક રીતે સક્ષમ થઇ શકાય છે.
આ કાર્યક્રમમાં સામાજીક વનીકરણ વિભાગ ભરૂચના ના.વ.સંરક્ષકશ્રી સુશ્રી ઉર્વષીબેન પ્રજાપતિ વિભાગના
તમામ રેંજ ફોરેસ્ટ ઓફિસરો, ૧૨૦ થી પણ વધુ પ્રગતિશીલ ખેડુતો- ગામનાં આગેવાનો સુરેશકુમાર જે. વિભાગકર –
FPO ડિરેકટરો શ્રીઓએ ગીરીશભાઇ પટેલ તથા.
અશ્વિનકુમાર માંગરોલા તથા પૂર્વ વન મંત્રીશ્રી (રાજ્ય કક્ષા) શ્રી ખુમાનસિંહ વાંસીયા વગેરે ખાસ હાજર રહી કાર્યક્રમ
દિપાવ્યો હતો.




ભરૂચ ચાણક્ય સમાચાર.