ભરૂચ જિલ્લામાં છેલ્લા ૫ મહિનામાં ફ્રી શીપ કાર્ડ યોજના અન્વયે ૨૧૮ ફ્રી શીપ કાર્ડ ઇસ્યુ કરાયા
ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીઓ માટે ૨.૫ લાખ અને વિદ્યાર્થીનીઓ માટે કોઈ આવક મર્યાદા નથી
ભરૂચ- શુક્રવાર- ભરૂચ જિલ્લામાં બહુલ આદિવાસી વસ્તી આવેલો છે. આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત ન રહી જાય એ માટે સરકાર દ્વારા ફ્રી શીપ કાર્ડની યોજના કાર્યાવન્તિ છે. જે અંતર્ગત ભરૂચ આદિજાતિ કચેરી દ્વારા છેલ્લા પાંચ માસમાં ૨૮૧ જેટલા વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે.
આદિવાસી કન્યાઓમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે માટે સરકારની સરાહનીય યોજના છે. ફ્રી શીપ કાર્ડ કઢાવવા કન્યાઓ માટે કોઈ આવક મર્યાદા રહેતી નથી. જ્યારે કુમાર માટે આવક મર્યાદા ૨. ૫ લાખ લાખ નિર્ધારિત કરવામાં આવી છે. આમ સરકારની ફ્રી શીપ કાર્ડ યોજનાથી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને લાભ થયો છે.
છેવાડાના આદિવાસી પરિવારોના બાળકો ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવી સારી રીતે શિક્ષણ મેળવી ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. જેમાં ૩૫ જેટલી ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં ૯૪ કુમાર અને ૧૮૭ કન્યા આમ કુલ મળી ભરૂચ જિલ્લામાં કુલ ૨૮૧ ફ્રી શીપ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે.
ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800