ભરૂચ જીલ્લા સમગ્ર વિસ્તારમાં વિદેશી નાગરીકોને ભાડેથી આપતા માલિકો કોઈપણ

0

ભરૂચ- મંગળવાર- અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન.આર.ધાધલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે
મળેલ સત્તાની રૂ એ ભરૂચ જીલ્લાના સમગ્ર વિસ્તારમાં અમલવારી કરવા હુકમ કરતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. ભરૂચ જીલ્લા
વિસ્તારના મકાન, હોટેલ, લોજ,બોર્ડીંગ,ગેસ્ટ હાઉસ વિગેરે મિલકતો વિદેશી નાગરીકોને ભાડેથી આપતા માલિકો કોઈપણ વિદેશી

વ્યકિતને ભાડે આપે ત્યારે તેની જાણ ૨૪ કલાકમાં પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચની કચેરી એલ.આઈ.બી.શાખા ખાતે ફોરેનર્સ બ્રાંચમાં
તેમજ સંબધીત પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે.
કોઈપણ વિદેશી વ્યક્તિને હોટેલ,લોજ બોર્ડીંગ વિગેરે મિલકત માલિકો ભાડે આપી શકશે નહી. હોટેલ, લોજ, બોર્ડીંગમાં
વિદેશી નાગરીક આવે ત્યારે તેના પાસપોર્ટ,વિઝા અને ભારતમાં આવ્યા અંગેની વિગતો સહિતની કોપી લેવી અને રેકર્ડમાં
રાખવી,વિદેશી નાગરીકના પાસપોર્ટ,વિઝા અને ભારતમાના સરનામા અને વિદેશી નાગરીક તરીકે નોંધણી કરાવેલ હોય તો
રેસીડેન્સીયલ પરમીટની કોપી મેળવવી અને રેકોર્ડમાં રાખવી. વિદેશી નાગરીકોને લગતા સી-ફોર્મ નિયમ મુજબ સી-ફોર્મ ફોરેનર્સ
રજીસ્ટ્રેશન રૂલ્સ સને ૧૯૩૯ મુજબના નમુના મુજબ ફોર્મ પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચની એલ.આઈ.બી.શાખા ખાતે ફોરેનર્સ
બ્રાંચમાં ૨૪– કલાકમાં રીપોર્ટ સહિત રજુ કરવાના રહેશે .અજાણ્યા વિદેશી નાગરીકોને હોટેલ,લોજ,બોડીંગ કે મકાનો ભાડેથી આપવા
નહી. વિદેશી વિઝીટરનું બુકીંગ કરાવનારના નામ,સરનામાં,ટેલીફોન સહિતના નક્કર પુરાવા મેળવી રેકર્ડમાં રાખવાના રહેશે.ભરૂચ
જિલ્લામાં વિદેશી નાગરીક કઈ જગ્યાએ કયા કામ માટે કોને—કોને મળવાના છે? કેટલો સમય રોકાવાના છે? તેની સંપૂર્ણ વિગત
મેળવવી અને રેકર્ડમાં રાખવી. કોઈપણ વિદેશી મુસાફરની શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક સંબધીત પોલીસ સ્ટેશન ને જાણ
કરવી. હોટેલ,લોજ,બોડીંગમાં સી.સી.ટી.વી. કૈમેરાની વ્યવસ્થા રાખવી અને સી.સી.ટી.વી. ફેંકો, બેકઅપને ત્રણ માસ સુધી રાખવાનું
રહેશે. હોટેલ,લોજ,બોડીંગ,ગેસ્ટ હાઉસ, ધર્મ શાળામાં રોકાણ માટે આવતા વિદેશી નાગરીકો જે વાહનનો આવે તેનો
પ્રકાર,રજીસ્ટ્રેશન નંબર રજીસ્ટરમાં નોંધવાનો રહેશે. જો પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવેલ હોય તો તે મુજબ ૨જીસ્ટરમાં નોંધ કરવાની
રહેશે.વિદેશી નાગરીકોના મોબાઈલ નંબર ૨જીસ્ટરમાં નોંધવાના રહેશે. જાહેરનામાનો અમલ તારીખ ૨૯/૦૧/૨૦૨૩ થી દિન-૬૦
સુધી રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર થશે. તેમ એન.આર.ધાધલ, અધિક જીલ્લા
મેજીસ્ટ્રેટ,ભરૂચની એક અખબારી યાદીમાં જણાવામાં આવ્યું હતું.

ભરૂચ ચાણક્ય સમાચાર.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800

Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *