ભરૂચ જીલ્લા વિસ્તારમાં ભંગારનો ધંધો કરતાં ઈસમો, ભંગારની ફેરી કરતાં ઈસમો તથા ભંગારના ધંધા સાથે સંકળાયેલા ઈસમો નોંધે
ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું
ભરૂચ:મંગળવાર:- ભરૂચ જીલ્લામાં ચોરી, ધાડ, લૂંટ, મિલ્કત સંબંધી ગુનાઓ નોંધાય છે અને જેમાં ખાસ કરીને ભંગારના ધંધા સાથે
સકંળાયેલા ઈસમો મિલ્કત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ છે, જેથી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ ભરૂચ જીલ્લા વિસ્તારમાં
ભંગારનો ધંધો કરતાં ઈસમો, ભંગારની ફેરી કરતાં ઈસમો તથા ભંગારના ધંધા સાથે સંકળાયેલા ઈસમો ઉપર નિયંત્રણો મુકવાનું અને
જાહેર સલામતી અને સુરક્ષા માટે આવી પ્રવૃતિઓ ઉપર જરૂરી નિયંત્રણો મુકવા જાહેરહિત માટે જરૂરી જણાય છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન આર ધાધલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ
સત્તાની રૂ એ હુકમ કર્યો છે કે, ભરૂચ જીલ્લા મહેસુલી વિસ્તારમાં નીચે મુજબની સુચનાની અમલવારી કરવા હુકમ કરેલ છે.
૧) ભંગારનો ધંધો કરતાં ઈસમો જે જગ્યાએ ધંધો કરે છે. તે જગ્યા જ પોતાની માલીકીની હોય તો માલીકીપણાના દસ્તાવેજો અને
જો ભાડાની જગ્યા હોય તો ભાડા કરાર કરીને રાખવાના રહેશે અને જમીનના માલીકનું ધંધા અંગેનું સંમતિપત્ર મેળવવાનું રહેશે
તેમજ ગેરકાયદેસર જમીનમાં ભંગારનો ધંધો કરી શકાશે નહી.
૨) ભંગારનો ધંધો કરતાં ઈસમો ભંગારની ફેરી કરતાં ઈસમો તથા ભંગારના ધંધા સાથે સંકળાયેલ ઈસમોએ મૂળ વતની હોય ત્યાંથી
પોલીસ કલીયરન્સ સર્ટીફીકેટ લાવીને રાખવું તેમજ જે જગ્યાએ હાલમાં રહેતાં હોય ત્યાનું પણ પોલીસ કલીયરન્સ સર્ટીફીકેટ મેળવી
રાખવાનું રહેશે.
૩) ભંગારના ધંધામાં જેટલા માણસો કામે રાખેલ હોય, તેઓના મૂળ વતનના તેમજ જયાં રહેતા હોય ત્યાંના પોલીસ કલીયરન્સ
સર્ટીફીકેટ મેળવી રાખવાનું રહેશે.
૪) ભંગારનો ધંધો કરતાં ઇસમો ભંગારની ફેરી કરતાં ઈસમો તથા મંગારના ધંધા સાથે સંકળાયેલ ઈસમો જે વિસ્તારમાં મંગારનો ધંધો
કરતાં હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આઈ.ડી.પ્રુફની નકલ આપવાની રહેશે.
૫) ભંગારનો ધંધો કરતાં ઈસમો ભંગારની ફેરી કરતાં ઇસમો તથા ભંગારના ધંધા સાથે સંકળાયેલ ઈસમોએ કોઈ ગુનાને લગતો અથવા
શક પડતો મુદ્દામાલ તેઓના ધ્યાન ઉપર આવે ત્યારે તરત જ પોલીસને તે બાબતની જાણ કરવાની રહેશે.
૬) ભંગારનો ધંધો કરતાં ઇસમો ભંગારની ફેરી કરતાં ઇસમો તથા ભંગારના ધંધા સાથે સંકળાયેલ ઈસમોએ પોતે ભંગાર જેની પાસેથી
ખરીદેલ છે તે વ્યકિતના આઈ.ડી.પ્રુકની વિગત તથા જથ્થાની વિગત વર્ણન સાથે તથા તેના સંપર્ક નંબરની માહીતી દર્શાવતું રજીસ્ટર
નિભાવવાનું રહેશે.
૭) જયારે કોઈપણ વાહન વેચવા આવે ત્યારે આવા વાહનની અસલ આર.સી.બુક વિના વેચાણ કે ખરીદી કરી શકાશે નહીં તથા આવા
વાહનો એન્જીન નંબર તથા ચેસીસ નંબર અને રજીસ્ટ્રેશન સાથેની માહીતીની તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે.
આ હુકમનો અમલ તા.૨૫/૦૭/૨૦૨૩થી દિન-૬૦ સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યુક્તિ ભારતીય દંડ સંહિતાની
કલમ-૧૮૮ કસુરવાર થશે તેમજ હુકમના ભંગ બદલ ફરિયાદ માંડવા હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને
અધિકૃત કરવામાં આવે છે.