જાહેર જનતા માટે જાણવાજોગ….

0

આગામી ૩૦ મે ૨૦૨૩ રોજ આમોદ પોલીસ સ્ટેશન ખાતે CRPC કલમ-૪૧(૧) ડી મુજબ કબ્જે કરવામાં આવેલા મુદ્દામાલની હરાજી કરવામાં આવશ

ભરૂચ- શુક્રવાર- આમોદ પોલીસ સ્ટેશનમાં ૨૦૧૮ થી આજદીન સુધીમાં CRPC કલમ-૪૧(૧) ડી મુજબ કબ્જે કરવામાં આવેલ
મુદ્દામાલ બેટરીઓ, ટાટા હાઇવા ટ્રક, લોખંડનાં વાલ્વ, જેક, પાઇપો, પેનલો, સળિયા, સેન્ટીંગની પાઇપો, પ્લેટો તથા ટેકા,
હાઇટેન્શન વિજ થાંભલા તથા એંગલો, ટપક પધ્ધતીની પાઇપો તથા અન્ય ભંગાર મામલતદારશ્રી આમોદની હાજરીમાં
તા.૩૦/૦૫/૨૦૨૩ ના રોજ ૧૧/૦૦ કલાકે આમોદ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં જાહેર હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. તેમ આમોદ પોલીસ સ્ટેશન તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

ભરૂચ ચાણક્ય સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *