ભરૂચ ખાતે ભારતીય પત્રકાર સંઘનું મહાસંમેલન યોજાયું

0

ભરૂચ ખાતે ભારતીય પત્રકાર સંઘનું મહાસંમેલન યોજાયું

જિલ્લાના વરિષ્ઠ પત્રકારોને પુરસ્કાર એનાયત કરવાની સાથે સંઘના નવનિયુક્ત હોદ્દેદારોને નિમણુકપત્ર અપાયા

ભરૂચ

ભારતીય પત્રકાર સંઘનું ભરૂચ જિલ્લાનું માળખું જિલ્લા પ્રમુખ વિરલ ગોહિલના નેતૃત્વમાં ઘડાયું છે. જિલ્લા પ્રમુખ તરીકે કારભાર સાંભળ્યા બાદ પ્રથમ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વરિષ્ઠ અને નીડર પત્રકારોને ની:શંક પત્રકાર પુરસ્કાર એનાયત કરાયા છે. આ ઉપરાંત સંઘના ભરૂચ એકમના તમામ નવનિયુક્ત હોદ્દેદારોને જવાબદારી પત્રો સુપ્રત કરાયા હતા.

વિશ્વ યોગ દિવસે ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવનમાં ભારતીય પત્રકાર સંઘ AIJ, ભરૂચ જિલ્લા આયોજિત નિઃશંક પત્રકાર સન્માન તેમજ નિયુક્તિ પત્ર સમારોહ યોજાયો હતો. જેમાં ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમ સેન, જીજ્ઞેશ શાહ – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ગુજરાત રાજ્ય મંત્રી દિનેશભાઈ રોહિત એસ.સી મોરચા,, સમાજસેવક સેજલભાઈ દેસાઈ,, વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ ઠક્કર,ભરતભાઈ દેવડા..ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ હનીફ ચોથીયા,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇમરાન કરોડિયા, દક્ષિણ ગુજરાત ઝોન પ્રુમુખ દીપકભાઈ ઇંગળે, સુરત જિલ્લા પ્રમુખ, ગુજરાત મહિલા પ્રમુખ દક્ષાબેન ભાવસાર , રાજુભાઈ ભરૂચી, સુરત શહેર પ્રમુખ વિગેરે રાષ્ટ્રીય મહાનુભાવો તેમજ ગુજરાત પ્રદેશ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આયોજક ભરૂચ જિલ્લા ટીમ તરફથી પુષ્પગુચ્છથી સ્વાગત સાથે ટ્રોફી તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. જિલ્લાના પત્રકારો પૈકી વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર, ગૌતમ ડોડીઆ, હરેશ પુરોહિત, વસીમ મલેક ઉપરાંત જિલ્લાના અન્ય પત્રકારોનુંનું સન્માન કરવામાં આવ્યું.

રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમ સેને પ્રસંગ અનુરૂપ જણાવ્યું હતું કે, સંવિધાનમાં ચોથી જાગીર એવા પત્રકારો બાબતે કોઈ ઉલ્લેખ કરાયો નથી. પત્રકારોને તેમના પરિવારોની પણ ચિંતા કરતા સરકારમાં રજૂઆત કરી તેમના પ્રશ્નો અને સગવડ બાબતે પણ લડત આપવાની નૈતિક પહેલ કરી સંગઠનને વધુ મજબૂત કરવા જણાવ્યું હતું. જિલ્લાના વરિષ્ઠ પત્રકાર નરેશ ઠકકરે પત્રકારો વિવિધ સંગઠનો માં જોડાય છે તે બાબતે જણાવતા તેમને કહ્યું હતું કે, તમામ પત્રકાર સંગઠન એકજુટ બને તેમજ જનતાના હિતમાં સમસ્યાનું નિડરતાપૂર્વક કલમના કિરદાર થી વાચા આપે તેમજ રાજકીય રીતે પણ ભેદભાવ વગર લખાણ કરવામાં નિઃસંકોચ રીતે ઉજાગર કરે તેમ જણાવ્યું હતું. યુવા પત્રકાર ગૌતમ ડોડીઆએ પોતાના વકતવ્યમાં પત્રકારોએ પત્રકારત્વના ઇતિહાસ વિશે જાણી કોઈ પણ સંજોગોમાં પત્રકાર ધર્મ નિભાવવા પર ભાર મૂક્યો હતો. તેમજ પત્રકારોએ માત્ર નામના પત્રકાર રહેવાના બદલે પોતાની સ્કીલ વધારવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત પત્રકારોને જે કાર્ડ વિતરણ થાય છે તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે મહામંત્રી ગૌરવ પટેલે જવાબદારી અદા કરી હતી. આ પ્રસંગે મહિલા પત્રકારોનું પણ વિશેષ ટ્રોફી અને નિમણુક પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *