“ગુર્જરી હસ્તકલા હાટ” માં પ્રથમવાર વિશ્વભરમાં પ્રખ્યાત ભરૂચની સુઝની વેચાણ અર્થે મુકાઈ




વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરો દ્વારા નિર્મિત વિશ્વભરમાં પ્રખ્યાત સુઝનીને ટ્રેટમાર્ક કરી વેચાણ અર્થે મૂકાઈ
ભરૂચ- શનિવાર- ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે “ગુર્જરી હસ્તકલા હાટ” પ્રદર્શન સહ વેચાણ માટે રાજ્યભરના વિવિધ કારીગરો
દ્વારા જાતે જ બનાવેલી વસ્તુઓનું વેચાણ કરવામાં માટે ૬૨ હસ્તકલાના કુલ ૮૦ જેટલા સ્ટોલ ફાળવવામાં આવેલા છે. આ
હાટમાં વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના કારીગરો દ્વારા રાજયની ભાતીગળ હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ,
ભરતકામ, વાંસના રમકડા, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, લેધર વર્ક, અકીકની આઇટમો, વુડન વોલપીસ, ગૃહઉદ્યોગ, માટીની
ચીજવસ્તુઓ ,ફલાવર પોટ, માટીના ઘરેણા વિગેરે ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન-સહ-વેચાણ
કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આ હાટ બજારમા આકર્ષણનું કેન્દ્ર બનેલી સુઝની પણ પ્રથમવાર જોવા મળી હતી.
કારીગરો દ્વારા નિર્મિત વિશ્વભરમાં પ્રખ્યાત સુઝનીને ટ્રેટમાર્ક કરી વેચાણ અર્થે મૂકાઈ હતી.
તે ઉપરાંત હાટ બજાર માટે ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી જે બી દવે અને ઇન્ડેક્સીના ઓફિસર શ્રી
આર.પી સુતરિયાના સંકલન દ્વારા કારીગરોને સીધુ બજાર પૂરું પાડવાના ઉમદા આશયથી ભરૂચની કલા પારખુ પ્રજાને હાટનો લાભલેવા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.
ભરૂચ ચાણક્ય સમાચાર
