ઝગડિયા તાલુકાનાં ધોલી ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા નવી જાત ગુજરાત મગ-૭ પાક પર ક્ષેત્ર દિવસની ઉજવણી કરાઈ

ભરૂચ- શુક્રવાર- બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ઝગડિયા તાલુકાનાં ધોલી ગામે મગની નવી જાત
ગુજરાત મગ-૭ જાત પર ક્ષેત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાયફ કેવીકે ચાસવડ દ્વારા ચાલુ
વર્ષમાં આપવામાં આવેલા નિદર્શનોમાં આ જાત આપાઈ હતી. આ બિયારણની નવી જાતના અખતરા સાથે
નવી ખેતી પધ્ધતીથી વધુ લોકોને જાણકારી મળે અને વધુને વધુ ખેડૂતો સુધી પહોચે એ માટે ક્ષેત્ર દિવસની
ઉજવણીનો મુખ્ય ધ્યેય છે.
સસ્ય અને જમીન વિજ્ઞાનના વૈજ્ઞાનિકશ્રી લલિતભાઈ પાટિલ દ્વારા મગનાં પાકની
વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી વિશે માહીતી આપી હતી કે, આ જાત મગના પાકમાં આવતા પીળીયા રોગ સામે
પ્રતિકારક જાત તેમજ વધૂમા વધુ એકરે ૭ થી ૮ ક્વિટંલ/એકરે ઉત્પાદન મેળવી શકાય છે. કૃષિ વિજ્ઞાન
કેન્દ્રનાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા શ્રી મહેન્દ્રભાઇ પટેલ દ્વારા ક્ષેત્ર દિવસ અંતર્ગત કેવીકે દ્વારા ચાલતી
વિવિધ ખેતીલક્ષી પ્રવૃતિઓ અને પ્રાકૃતિક ખેતીનું જણાવી જમીનનું આરોગ્ય,તેની માનવ જીવનના આરોગ્ય
અને પ્રકૃતિ માટે ખુબ ઉપયોગી સાબિત થશે. દેશી ગાયના ગોબર અને ગૌ મુત્રથી બનતા, બીજામૃત
જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર વિશે પણ ઉડાણથી ખેડૂતોને માહીતી પુરી પાડી
હતી.
અંતે સર્વે ખેડૂતભાઇ તેમજ કેવીકેનાં વૈજ્ઞાનિક દ્વારા નિદર્શન પ્લોટની મુલાકાત કરવામાં
આવી હતી. આ જાત વિષેના ખેડૂતોએ ફીડબેકમાં જણાવ્યુ કે કેવીકે દ્વરા આપવામાં આવેલી મગની જાત
ઉત્પાદનમાં સારી અને રોગ પ્રતિકારક જાત છે.