સ્વચ્છતા હી સેવા -ફ્રી ઇન્ડિયાની થીમ સાથે ગામડાઓ કચરા મુકત બની રહે તે માટે વાલિયાની જામણીયા શાળામાં નિબંધ, સફાઈ ચિત્ર સ્પર્ધા યોજાઈ

0

ભરૂચ- સોમવાર- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાના
વિવિધ ગામડાઓમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ની ગાર્બેજ ફ્રી
ઇન્ડિયાની થીમ સાથે ગામડાઓ કચરા મુકત બની રહે તે માટે વિવિધ ગામોમાં સફાઈને પ્રાધાન્ય આપીને લોકોને જોડવામાં આવી રહ્યા છે. ગામડાઓમાં સ્વચ્છતાને વેગ આપતી અન્ય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્વચ્છતા હી સેવા -ફ્રી ઇન્ડિયાની થીમ આજ રોજ જામણીયા શાળામાં નિબંધ, સફાઈ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.

અહી ઉલ્લેખનિય છે કે, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ગામડાઓ કચરા મુક્ત બને તે માટે સફાઈ અભિયાન,
લોકજાગૃતિ, શેરી નાટકો, સ્વચ્છતા રેલી, શાળામાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સફાઈ કર્મચારીઓના હેલ્થ ચેકઅપ કેમ્પ
તેમજ સફાઈ કર્મચારીઓને કોઈ અવગડતાના ન પડે તે માટે તેમને સમજણ આપવામાં આવી રહી છે. ગામડાઓમાં
સ્વચ્છતાને વેગ આપતી અન્ય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમ નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ
એજન્સી ભરૂચની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

ભરૂચ ચાણક્ય સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *