પરીક્ષા કેન્દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ અધિકૃત વ્યક્તિઓ સિવાયનાને પ્રવેશ પ્રતિબંધ

0

ભરૂચ: બુધવાર: તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩નાં રોજ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ – ૩ની સંવર્ગની જગ્યા ઉપર ભરતી માટેની ભાગ-૦૧ની પ્રિલિમિનરી પરીક્ષા ૧૧:૦૦ કલાકથી ૧૩:૦૦ કલાક સુધી ભરૂચ શહેરના ૧૭ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે.પરીક્ષા આપવામાં અડચણ કે નુકસાન ન થાય તેમજ સુલેહ શાંતિનોગ કે હુલ્લડ કે બખેડો અટકાવી શકાય તથા પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ- ભય વિના પરીક્ષાર્થી પરિક્ષા આપી શકે તે હેતુસર પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ અધિકૃત વ્યક્તિઓ સિવાયા વ્યક્તિ કે સમુહને પ્રવેશ પર પ્રતિબંધ મુકવો જણાઈ છે.

આથી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન આર ધાધલ ભરૂચ દ્વારા ફોજદારી કાર્યરિતિ અધિનિયમ,૧૯૭૩ની કલમ-૧૪૪
અન્વયે મળેલ અધિકારની રૂએ તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩નાં દરમ્યાન સવારના ૦૯:૦૦ કલાક થી ૧૫: ૦૦ કલાક સુધી ભરૂચ
શહેરના ૧૭ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ અધિકૃત વ્યક્તિઓ સિવાય વ્યક્તિ કે સમુહને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ હુકમમાં નીચેનાને લાગુ પડશે નહિ.

(૧) પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ તમામ ફરજ પરના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ,
(૨) પરીક્ષાખંડમાં પાણી પીવડાવવાની કામગીરી કરતા અધિકૃત વ્યક્તિઓને,
(૩) ફરજ પરના પોલીસ કર્મચારીઓ તથા ગૃહ રક્ષક દળની વ્યક્તિઓને,

(૪) આકસ્મિક તપાસણીમાં આવતી અધિકૃત તમામ ટૂકડીઓ વગેરેને લાગુ પડશે નહિ.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર થશે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી
એન. આર ધાધલે તરફથી મળેલા એક જાહેરનામાં જણાવવામાં આવ્યું હતું.

ભરૂચ ચાણક્ય સમાચાર.

WhatsApp No. 77789 49800

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *