ભરૂચની વી. કે. ઝવેરી સાધના શાળા ખાતે G-20 finance Track Citizen Engagement programme દ્વારા દરેક વ્યક્તિ સુધી બચત અને નાણાકીય સુવિધા આપવાનો પ્રયાસ

0

ભરૂચ- ગુરુવાર- સરકારશ્રીના નાણાં વિભાગ, ગાંધીનગર તથા એસ.એલ.બી.સી ગુજરાતના નિર્દેશન અનુસાર નાણાકીય
સમાવેશન હેઠળ બેન્કીંગ ક્ષેત્ર પ્રમાણે સરકારની કલ્યાણકારી યોજના લોકો સુધી પહોચે, આ યોજના થકી તેનો લાભ મેળવી દરેક માણસ આર્થિક ઉન્નતિ કરી શકે તેવા ઉદેશ્યથી ભરૂચની વી કે ઝવેરી સાધના શાળા ખાતે G-20 finance Track Citizen Engagement programme નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

છેવાડાના નાગરિકને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન
યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી બેન્કીંગને લગતી તમામ યોજનાથી ગ્રામજનો માહિતગાર બને તે હેતુથી લીડ બેન્કના
અધિકારીઓ દ્નારા જન જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ વિવિધ યોજનાઓ થકી જન-સુરક્ષાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમજ બેન્કીંગ સેવાઓના
ભાગરૂપે ડીજીટલ બેન્કિંગ, મહિલા સશક્તિકરણ માટે સખી મંડળને લગતી વિવિધ યોજનાઓ, બેન્કમાં મળતા તમામ પ્રકારના ધીરાણની સુવિધા વિશે સમજાવી યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. તે ઉપરાંત લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચની વી કે ઝવેરી સાધના શાળા G-20 finance Track Citizen Engagement programme ના કાર્યક્રમમાં શ્રી શ્રી
અનુરાગ મીણા LDO RBI અમદાવાદ, શ્રી દીપેશ શર્મા LDO RBI અમદાવાદ, શ્રી શ્રી પરેશ વસાવા નિયામક આર- સેટી ભરૂચ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *