દહેજ ખાતે અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટમાં દિવાળી મેળાનું આયોજન

0

મેળામાં સખી મંડળની બહેનોએ વિવિધ ચીજવસ્તુના વેચાણ થકી મેળવી આવક

ભરૂચ –શનિવાર- દિવાળીના તહેવાર પહેલા જ અદાણી ફાઉન્ડેશન જેને સહયોગ આપે છે એ સખી મંડળની બહેનો સાથે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સખી મંડળ જે વસ્તુઓ બનાવે છે એને બજાર મળી રહે એ હેતુથી એમના દ્વારા બનાવાયેલી વસ્તુના પ્રદર્શન અને વેચાણ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેળામાં મહાદેવ મહિલા સખી મંડળ- લુવારા, એકતા મહિલા સખી મંડળ-જોલવા, ગૌશાળા મહિલા સખી મંડળ- સુવા, જય દેવમોગરા મા મહિલા સખી મંડળ – નેત્રંગની મહિલાઓ અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ ખાતે આવી હતી અને પોતે બનાવેલી ચીજ વસ્તીઓનું વેચાણ કર્યું હતું.

મહાદેવ મહિલા સખી મંડળ લુવારા વર્મી કમ્પોસ્ટ ખાતર, એકતા મહિલા સખી મંડળ-જોલવા અલગ અલગ પ્રકારની
લેધર, જૂટ અને કપડાના બેગ, ગૌશાળા મહિલા સખી મંડળ- સુવા ગાયના છાણમાંથી બનાવેલ દીવડા અને અન્ય વસ્તુઓ, જય દેવમોગરા મા સખી મંડળ-નેત્રંગ વાંસમાંથી બનેલી અલગ અલગ પ્રકારની ડેકોરેટિવ વસ્તુઓ, બૌદ્ધિક રીતે પડકારરૂપ બાળકોની કલરવ શાળા, ભરૂચ માટીમાંથી બનાવેલા દીવડા અને અલગ અલગ વસ્તુઓ વેચાણ માટે લઈ આવ્યા હતા.

મેળાનું ઉદઘાટન પંકજ સિંહા, મરીન હેડ, દહેજ પોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ ડિપાર્ટમેન્ટના હેડ
હાજર રહ્યા હતા. મહિલા મંડળ દ્વારા પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ પ્રકારના મેળાનું આયોજન કરવાથી અમારી
વસ્તુઓનું વેચાણ થાય છે, ઘણી બાબતો શીખવા મળે છે અને સાથે અમારો આત્મવિશ્વાસ વધે છે.

અદાણી ફાઉન્ડેશનનો દિવાળી મેળાના આયોજન માટે અને અદાણી પેટ્રોનેટ (દહેજ) પોર્ટના તમામ સ્ટાફગણનો અમારી
વસ્તુઓ ખરીદવા માટે આભાર આ બહેનોએ આભાર વ્યક્ત કર્યો હતો. અદાણી ફાઉન્ડેશન તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.

WhatsApp No. 77789 49800

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *