ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ સંપન્ન.
ભરૂચ – ગુરુવાર- જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડ ખાતે યોજાયો હતો. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જુદા -જુદાં ૪ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ તમામ પ્રશ્નો સાંભળી, પ્રશ્નોનો સકારાત્મક નિકાલ લાવી, સંલગ્ન અધિકારીશ્રીઓને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. આર.જોષી, જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા, અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર.ધાધલ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.
WhatsApp No. 77789 49800
ભરૂચ ચાણક્ય સમાચાર