મતદાતા તથા કર્મચારીઓની આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર માટે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ

0

હોસ્પિટલમાં દાખલ દર્દીને મતદાન દિવસે મતદાનનો લાભ અપાવવા જિલ્લા વહીવટી તંત્ર સજજ..

ભરૂચ – મંગળવાર – ગુજરાત લોકસભા ચૂંટણી -૨૦૨૪ અન્વયે ભરૂચ જિલ્લાના મતદાન મથકો પર મતદાન માટે આવનાર મતદાતાઓ
તથા ચૂંટણી કામગીરી સાથે જોડાયેલ કર્મચારીશ્રીઓને અને મતદાતાઓને આરોગ્ય સંબંધી તકલીફ ન પડે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગની
ટીમોમાં આરોગ્ય કર્મચારીઓ, આશાવર્કરો સહિતની ટીમ તમામ મતદાન મથકો પર પ્રાથમિક સારવાર માટે ફર્સ્ટ એડ કીટ સાથે સજ્જ કરવામાં
આવી છે.
વધુમાં, હોસ્પિટલમાં દાખલ દર્દીને મતદાન દિવસે મતદાનનો લાભ અપાવવા જિલ્લા વહીવટી તંત્ર સજજ બન્યુ છે. ભરૂચની નારાયણ
ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે દાખલ દર્દીએ મતદાન કરવા ઈચ્છા દર્શાવતા નારાયણ વિદ્યાવિહાર ખાતે મતદાન કેન્દ્ર પર મતદાન કરવા જવા
આવવા જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી હતી. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગના સ્ટાફ દ્રારા મતદાતા તથા કર્મચારીઓની આરોગ્યલક્ષી
પ્રાથમિક સારવાર માટે તત્પર છે. તમામ મતદાન મથક પર મેડિકલ ટીમ તૈનાત છે.

ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed