જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચ દ્વારા આગામી સમયમાં થનાર લશ્કરી ભરતી માટે વિના મુલ્યે નિવાસી તાલીમ અપાશે.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચ દ્વારા આગામી સમયમાં થનાર લશ્કરી ભરતી માટે વિના મુલ્યે નિવાસી તાલીમઅપાશે
ભરૂચ:સોમવાર:રોજગાર વાચ્છુક ઉમેદવારો માટે આગામી સમયમાં અમદાવાદ ખાતે લશ્કરી ભરતી યોજાઈ રહી છે ત્યારે
આર્મીમાં જોડાવવા માંગતા ભરૂચ જીલ્લાના ઉમેદવારોને તાલીમ મળી રહે તે માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો
પાસેથી જિલ્લા રોજગાર કચેરી, ભરૂચ દ્વારા અરજી મંગાવવામાં આવે છે.
આ તાલીમમાં વિના મુલ્યે રહેવા અને જમવાની સુવિધા રાખેલ છે. ૧૭.૫ થી ૨૦ વર્ષ સુધીની વચ્ચે વય ધરાવતા
અને ધોરણ ૧૦માં ૪૫ ટકાથી વધુ અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોય તેમજ ૧૬૮ સેમી કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા
(એસ.ટી માટે ૧૬૨ સે.મી. કે તેથી વધુ) તેમજ ૫૦ કી.ગ્રા વજન અને ૭૭ થી ૮૨ સે.મી છાતી ધરાવતા અપરણિત
પુરુષ ઉમેદવારોને તા.૧૩/૦૬/૨૦૨૩ થી ૨૫/૦૬/૨૦૨૩ સુધીમાં કચેરી સમય દરમિયાન પાસપોર્ટ ફોટા, એલ.સી,
માર્કશીટ, જાતિનો દાખલો, ડૉમિસાઇલ પ્રમાણપત્ર, બેંક પાસ બુક, આધાર કાર્ડ સાથે નિયત નમૂનામાં અરજી કરવા
જણાવામાં આવે છે.
અરજી જિલ્લા રોજગાર કચેરી,ભરૂચ એ – ગ્રાઉન્ડ ફ્લોર જૂની કલેકટર કચેરી કંપાઉન્ડ,ભરૂચ ખાતે રૂબરૂમાં કરવા
જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રીની
યાદીમાં જણાવેલ છે.