ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ જિલ્લામાં યોજાનારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી


- ‘’ONE EARTH ONE HEALTH”ના નારા સાથે ૨૧મી જુને ભરૂચ જીએનએફસી ગ્રાઉન્ડ અને સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે
- જિલ્લાના આઇકોનિક સ્થળોમાં કબીરવડ અને નમો વડવન શુક્લતિર્થ ખાતે પણ યોગ દિવસ ઉજવાશે: જિલ્લા કલેક્ટરશ્રી તુષારસુમેરા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનવાં ભરૂચનગરજનોને કલેક્ટરશ્રીની અપીલ
- ભરૂચ- શુક્રવાર – આજરોજ કલેક્ટર કચેરના સભાખંડમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને “આંતરાષ્ટ્રીય યોગ દિવસ”ના ઉપલક્ષ્યમાં જિલ્લામાં યોજાનારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
- જિલ્લા કલેક્ટરશ્રીએ માધ્યમો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, “આગામી તા.૨૧મી જુનના રોજ સમગ્ર રાજ્યમાં G-20 ની ONE EARTH ONE HEALTH ની થીમ સાથે “આંતરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવશે, ત્યારે આપણા ભરૂચ જિલ્લામાં જી.એન.એફ.સી ખાતે યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં અંદાજે ૩૦૦૦ થી પણ વધુ લોકોને કાર્યક્રમમાં જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
- વઘુમાં ૨૧મી જુનના રોજ યોજાનારા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનવાં ભરૂચ નગરજનોને
- કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી.
- પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીત શ્રી પી.આર.જોષી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.આર. ધાધલ, પ્રાંત
- અધિકારી ભરૂચ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી સહિત મીડીયાકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ભરૂચ ચાણક્ય સમાચાર.