જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા શુક્લતીર્થ ખાતે ૧૫૬ જેટલા પશુઓનું રસીકરણ કરી કૃમિનાશક દવા અપાઈ
ભરૂચ- સોમવાર – જિલ્લામાં પૂર બાદ રાહત બચાવ અને આરોગ્ય વિષયક સુવિધાઓ માટે યુધ્ધના ધોરણે જિલ્લા
વહીવટીતંત્ર દ્નારા કામગીરી ચાલુ છે. ભરૂચ, અંકલેશ્વર, ઝગડીયા તાલુકાઓમાં ૫ જેટલી ટીમો બનાવીને જરૂરી
કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજરોજ શુક્લતીર્થ ખાતે ૧૫૬ જેટલા પશુઓનું રસીકરણ કરી કૃમિનાશક દવા અપાઈ
હતી. અસરગ્રસ્ત ગામો ખાતે હાલમાં વેટરનરી ઓફિસર અને લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જુદી- જુદી ટીમ કામ કરી રહી
છે.
તેમ નાયબ પશુપાલન નિયામક શ્રી રવિન્દ્રભાઈ વસાવાએ જણાવ્યું હતું.




ભરૂચ ચાણક્ય સમાચાર.