જિલ્લા વહીવટીતંત્રનો નવતર પ્રયોગ “કિશોરી ઉત્કર્ષ પહેલ” ચિમાચિન્હરૂપ બનશે
સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં સક્રિયપણે ભૂમિકા અદા કરવા સક્ષમ અને ગતિશીલ બને ભાવિપેઢી માટે દ્રષ્ટાત બને તે હેતુથી કિશોરી ઉત્કર્ષ પહેલનો શુભારંભ કરાયો
પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, ઉત્તમ પોષણ, કૌશલ્ય વિકાસ, ચોક્કસ અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ પર ગુણાત્મક તાલીમ બાદ માઇક્રો અને મેક્રોઅસેસમેન્ટ મોડ્યુલ્સમાં નિપુણતા પામેલી કિશોરી બનશે આદર્શ કિશોરી
“ગ્રામ જાગૃત કિશોરીઓ”ને હવે “તાલુકા જાગૃત કિશોરી” તરીકેનું બિરુદ અપાયું
ભરૂચ-શનિવાર- જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્નારા કિશોરીઓના ઉત્થાન માટે કાર્યરત “કિશોરી ઉત્કર્ષ પહેલ” શિક્ષણ,
આરોગ્ય તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સુસંકલિત થઈને આ પહેલ અંતર્ગત ખાસ અમલીકરણ પ્રક્રિયા અનન્યે જિલ્લા શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને આઇસીડીએસ, ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન,ભારત કેર્સ અમલીકરણ સંસ્થા અને યુનિસેફ આ તમામના સંયુક્ત પ્રયાસ થકી






ઝઘડિયા તાલુકામાં ૧૨૨ ગામોમાં ૨૪ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ સત્તાવાર રીતે “કિશોરી ઉત્કર્ષ પહેલ” શુભારંભ કરવામાં
આવ્યો હતો.
સીએસઆર પહેલ હેઠળ ૦૪ મહિનાના સમયગાળામાં વિવિધ મોડ્યુલ્સ, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા,
ઉત્તમ પોષણ, કૌશલ્ય વિકાસ, ચોક્કસ અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ પર ગુણાત્મક તાલીમ બાદ માઇક્રો અને
મેક્રોઅસેસમેન્ટમાં નિપુણતા પામેલી તાલુકાની ૧૨૨ કિશોરીઓને “ગ્રામ જાગૃત કિશોરી”નું બિરુદ આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ, પ્રથમ અને દ્વિતીય તબક્કામાં તમામ ૧૨૨ “ગ્રામ જાગૃત કિશોરીઓ”ને વર્ગીકૃત કરીને ભરૂચ ખાતે શિક્ષણ, આરોગ્ય તથા મહિલા અને બાળ વિકાસ કચેરીઓની માહિતપ્રદ મુલાકાત કરાઈ હતી. જ્યારે તૃતીય તબક્કામાં ૧૨૨ “ગ્રામ જાગૃત કિશોરીઓ”માંથી ચયન પામેલ કુલ ૪૦ “ગ્રામ જાગૃત કિશોરીઓ”ને કલેકટર કચેરી, ચૂંટણી શાખા, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા સંચાલિત ચિલ્ડ્રનહોમ ફોર ગર્લ્સ અને પોલીસ અધિક્ષકની કચેરીની માહિતીપ્રદ મુલાકાત કરાવી મુલાકાત દરમિયાન અધિકારીઓ અને સહકર્મીઓ સમક્ષ અરસ-પરસ્પર પ્રશ્નોતરી અને પ્રત્યુત્તરની આપ-લે કરી સંપૂર્ણ સત્રને શરૂઆતથી લઈને અંત સુધી જીવંત રાખવામાં કુલ ૧૦ ગ્રામ જાગૃત કિશોરીઓએ સિંહફાળો આપ્યો હતો. આ ૧૦ “ગ્રામ જાગૃત કિશોરીઓ”ને હવે “તાલુકા જાગૃત કિશોરી” તરીકેનું બિરુદ આપવામાં આવ્યું છે.
હવે આ ૧૦ જાગૃત કિશોરીઓ વિવિધ સરકારી યોજનાઓ અંગેની સ્વ-જાગૃતતા મેળવી સામાજિક, આર્થિક અને
રાજકીય ક્ષેત્રોમાં સક્રિયપણે વિવિધ ભૂમિકા અદા કરવા સક્ષમ અને ગતિશીલ બને તથા વિવિધ સંગઠનો રચી ભાવિપેઢી માટે એક અનોખુ દ્રંષ્ટાત બની રહે તે હેતુથી “કિશોરી ઉત્કર્ષ પહેલ” અમલમાં મૂકી છે
“કિશોરી ઉત્કર્ષ પહેલ”ના નવતર પ્રયોગ થકી ચયન પામેલ તમામ અભિલાષી અને મહત્વાકાંક્ષી“તાલુકા
જાગૃત કિશોરીઓ”આવી રીતે મહત્તમ ગુણાત્મક તાલીમ મેળવી પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, ઉત્તમ પોષણ, જીવન કૌશલ્ય વિકાસ, ચોક્કસ કાનૂની અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ અંગેની સ્વ-જાગૃતતા મેળવી સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં સક્રિયપણે વિવિધ ભૂમિકા અદા કરવા સક્ષમ અને ગતિશીલ બને તથા વિવિધ સંગઠનો રચી ભાવિપેઢી માટે એક અનોખુ દ્રંષ્ટાત બની રહે તે હેતુથી “કિશોરી ઉત્કર્ષ પહેલ” અમલમાં મૂકી છે.
અભિલાષી અને મહત્વાકાંક્ષી“તાલુકા જાગૃત કિશોરીઓ”આવી રીતે મહત્તમ ગુણાત્મક તાલીમ મેળવી પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, ઉત્તમ પોષણ, જીવન કૌશલ્ય વિકાસ, ચોક્કસ કાનૂની અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ અંગેની સ્વ- જાગૃતતા મેળવી સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં સક્રિયપણે વિવિધ ભૂમિકા અદા કરવા સક્ષમ અને ગતિશીલ બને તથા વિવિધ સંગઠનો રચી ભાવિપેઢી માટે એક અનોખુ દ્રંષ્ટાત બની રહે તે હેતુથી “કિશોરી ઉત્કર્ષ પહેલ” અમલમાં મૂકી છે.
(બોક્ષ )
ઝઘડિયા તાલુકાની આ ચયન પામેલ “તાલુકા જાગૃત કિશોરીઓ” વ્યવસ્થિતપણે સક્ષમ અને સમાન બને તથા તેઓ થકી
ન્યાયી સમાજનો સર્વાંગી વિકાસ થાય અને રાષ્ટ્રીય વિકાસમાં તેઓ મદદરૂપ નીવડે તે માટે “તાલુકા જાગૃત કિશોરીઓ”ને ફક્ત પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ વ્યવહારુ જ્ઞાન મળે તેવું આયોજન કરાયું છે. રોજગાર ક્ષેત્ર અને વૈશ્વિક વ્યવસ્થા (Ecosystem)માં તીવ્ર ગતિથી આવતા પરિવર્તનોને કારણે તે જરૂરી થઈ ગયું છે.
આથી, મુખ્યપણે એ વાત પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કે આપણાં સમાજની કિશોરીઓ ચોક્કસ/અચોક્કસ
સમસ્યાઓનો ઉકેલ લાવતા શીખે, વિવેચનાત્મક અને સર્જનાત્મક વિચારણા કરતાં શીખે તેમજ વિવિધ વિષયો વચ્ચેના આંતર સંબંધો સમજી શકે, કંઈક નવીન વિચારતા થાય તદુપરાંત નવી બાબતો અને જ્ઞાનને કેવી રીતે આત્મસાત કરવું અને બદલાતી પરિસ્થિતિઓમાં અથવા આધુનિક ક્ષેત્રોમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો એવા હેતુસર સદર “તાલુકા જાગૃત કિશોરીઓ”ને સમયાંતરે યોગ્ય આયોજન સહવ્યવહારુ જ્ઞાન મળે એવી ગુણાત્મક તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ભરૂચ ચાણક્ય સમાચાર.