આયુષ્માન ભારત અંર્તગત ડિજિટલ હેલ્થ એકાઉન્ટ (ABHA) હેલ્થ આઈડી
આયુષ્માન ભારત અંર્તગત ડિજિટલ હેલ્થ એકાઉન્ટ (ABHA) હેલ્થ આઈડી
- ઈમરજન્સી અને કટોકટીમાં આભાકાર્ડ રામબાણ સાબીત થશે, એપથી દર્દીની આરોગ્યલક્ષી તમામ વિગત હાથવગી થશે
જેથી ત્વરિત અને પળવારમાં સારવાર કરી શકાશે*
ગુરુવાર- ભરૂચ- દરેક વ્યક્તિના અસ્તિત્વ માટે સ્વાસ્થ્ય અને તેની જાળવણી ખાસ મહત્વની છે. ત્યારે રાજ્યના
નાગરિકોને સતત ગુણવત્તાયુક્ત આરોગ્યની સુવિધા મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ
છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ, ભારત સરકારે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન
(ABDM) ની શરૂઆત કરી હતી. આ મિશનનો ધ્યેય ભારતના તમામ નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી પ્રદાન કરવાનો
હતો જે મેડિકલ રેકોર્ડ્સ સુધી સરળતાથી પહોંચવાની સુવિધા આપશે. જેના થકી ઈમરજન્સી અને કટોકટીમાં આરોગ્યને
લગતી વ્યક્તિની હીસ્ટ્રી અપટેડ રહે જેથી ત્વરિત અને પળવારમાં સારવાર કરી શકાશે.
આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ એકાઉન્ટ (ABHA) હેલ્થ આઈડી શું છે ? જાણીયે…
લેબ રિપોર્ટ, ડોક્ટરે લખેલી દવાની પ્રિસ્ક્રીપ્શન અને નિદાનને લાગતી તમામ માહિતી ફાઈલમાં આપવામાં આવી
હોઈ છે. ઘણીવાર આ ફાઈલ ખોવાઈ જવાનો કે અન્ય જગ્યાએ હોસ્પિટલમાં સારવાર મેળવાનું થાય તે સમય ફરીથી લેબ
ટેસ્ટ અને અન્ય પ્રક્રિયાથી ફરીવાર પસાર થવુ પડતુ હોય છે જેના કારણે સમય અને નાણાં બંનેનો વ્યય થતો જોવા મળે છે.
આ આભા કાર્ડના કારણે ઉપરોક્ત તમામ મુશ્કેલીઓ દુર થશે.
ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આભા ( આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ ) કાર્ડ સુવિધા શરૂ કરાઈ છે.
જેમાં જિલ્લાના આરોગ્ય સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આભા ( આયુષ્યમાન
ભારત હેલ્થ એકાઉન્ટ) કાર્ડની સુવીધાનો લાભ લઈ શકાય છે. નેશનલ હેલ્થ ઓથોરિટીની લિંકમાં જે તે વ્યક્તિની વિગતો
ભરીને તેમને કાર્ડ યુનિક નંબર આપવામાં આવશે.
જેમાં દરેક નાગરીકનો આભા કાર્ડ અંતર્ગત નેશનલ હેલ્થ ઓથોરિટીની લિંક અથવા એપ્લિકેશનમાં ડીજી
લોકરની જેમ દર્દીની તમામ વિગતો અપડેટ કરી શકાશે. જેમાં વ્યક્તિના બ્લડ ગ્રુપ, રોગ અથવા સમસ્યા, દવા અને
ડોક્ટરને લાગતી તમામ માહિતી હશે. આભા કાર્ડમાં વ્યક્તિને લાગતા તમામ મેડિકલ રેકોર્ડ જેવા કે લેબ રિપોર્ટ, ડોક્ટરે
લખેલી દવાની પ્રિસ્ક્રીપશન અને નિદાનને લાગતી તમામ માહિતી હશે. આભા કાર્ડમાં ઓનલાઇન સારવાર,
ટેલીમેડીસીન, ખાનગી ડોક્ટર, ઈ-ફાર્મસી અને પર્સનલ હેલ્થ રેકોર્ડ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે.આભા કાર્ડ સાથે
વીમા કંપનીઓને પણ સાંકળવામાં આવી હોવાથી વ્યક્તિને વિમાનો લાભ પણ મળી શકશે.આભા કાર્ડમાંથી હોસ્પિટલો,
ક્લિનિક્સ અને વીમા કંપનીઓને મેડિકલ રેકોર્ડ સરળતાથી મોકલી શકાય છે. જેથી કે, દર્દીએ તેમના રિપોર્ટ કે સ્લિપ
સહિતના દસ્તાવેજો સાથે રાખવાની જરૂર નહીં પડે.
( બોક્ષ )
કેવી રીતે અને ક્યાં બનશે આભા કાર્ડ ?
આરોગ્ય કેન્દ્ર ઉપર આભા કાર્ડ કાઢનાર કર્મચારી નેશનલ હેલ્થ ઓથોરિટીની લિંક અથવા એપ્લિકેશન માં આધાર
કાર્ડનો નંબર નાખતાં આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે. જે લિંક કે એપ્લિકેશનમાં
નાખતાં અને captcha માં પૂછેલ પ્રશ્નનો સાચો જવાબ નાખતાં મોબાઈલ પર આભા કાર્ડ ડાઉનલોડ થઈને આવી જશે.
જેની પ્રિન્ટ કઢાવવાની રહેશે.
( બોક્ષ )
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એસ. દુલેરાએ જણાવ્યું હતું કે, ઈમરજન્સી અને કટોકટીમાં આભાકાર્ડ રામબાણ
સાબીત થશે, આભા કાર્ડનો નંબર આવતાં દર્દીની જે સારવાર ચાલી રહી છે. તેમાં તેમના જે રીપોર્ટ કાઢવામાં આવ્યાં છે કે
પછી દવાઓ આપવામા આવી છે, તેમનું બ્લડ ગ્રુપ સહિતની તમામ વિગતો દર્દીના યુનિક નંબરમાં અપડેટ થશે. જેથી
દર્દીને ક્યાંય પણ તેમના રિપોર્ટસ સહિતની જરૂર પડે તો તે ઓનલાઇન જ મળી શકશે. જેના કારણે દર્દીની સારવારને
લઇને તુરંત નિર્ણય લઇ શકાશે. જિલ્લાની તમામ જાહેર જનતાને વિનંતી આભા કાર્ડ કઢાવવી લેવો જોઈએ.
ભરૂચ ચાણક્ય સમાચાર