વિકસિત ભારત સંકલ્પ યાત્રા – ફેઝ – ૨.૦ ભરૂચ જિલ્લો.

0

વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહેલી રથ યાત્રાનું રાણીપુરા ખાતે ભવ્ય સ્વાગત.

સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ, યોજનાકીય માહિતી અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ આણવાનો
સરાહનીય પ્રયાસ કરાયો.

વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ લાભ મળવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો.

રાણીપુરના ગ્રામજનોએ કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓથી માહિતગાર કરતી શોર્ટફિલ્મ રસપૂર્વક નિહાળી.

ભરૂચ – મંગળવાર – વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભરૂચ જિલ્લાના ગામેગામ ભ્રમણ કરીને સરકારની પ્રજાહિતલક્ષી
યોજનાઓની માહિતી અને લાભથી છેવાડાના વંચિત લાભાર્થીને આવરી ૧૦૦ ટકા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી
છે, ત્યારે ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના રાણીપુરા અને મોટાસાંજા ખાતે પહોંચેલી વિકસિત ભારતની આ સંકલ્પ રથયાત્રાનું
ગામની બાળાઓએ કંકુતિલક કરીને ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું.

આ રથ દ્વારા સરકાર દ્વારા કરાયેલા પ્રજાલક્ષી કાર્યો અને યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી.
ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ, માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત યોજનાકીય માહિતી, સરકારની
સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેના સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ આણવાનો સરાહનીય પ્રયાસ કરાયો હતો. ગ્રામજનોએ વર્ષ
૨૦૪૭ સુધી દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક શપથ લીધી હતી.

આઇસીડીએસ વિભાગ દ્રારા ઉભા કરાયેલા પોષણયુકય આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રેશન થકી સગર્ભા-ધાત્રી માતા,
બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ
આરોગ્ય વિભાગ દ્વારા પણ નિઃશુલ્ક આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગામનાં સરપંચ, ઉપસરપંચ શ્રી અને ગ્રામ આગેવાન શ્રી તેમજ અન્ય ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

ભરૂચ ચાણક્ય સમાચાર.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800

Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *