ભરૂચ જિલ્લામાં જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહત્વપૂર્ણ સોપાન બની.
ખેડૂતોએ ખેતીવાડીની યોજના હેઠળ ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી ખેતરમાં થઈ રહેલા નેનો યુરિયાના છંટકાવનું નિરિક્ષણ કર્યું.
ડ્રોનથી છંટકાવ યોજનામાં કૃષિ વિમાનના ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.
ભરૂચ- બુધવાર – ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર -પ્રચાર કરતો રથ આદિજાતિ વિસ્તારના ઝધડીયા તાલુકામાં ફરી રહ્યો છે. જેના ભાગરૂપે ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોચતા ઉમકળાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભરૂચ જિલ્લામાં એક મહત્વપૂર્ણ સોપાન બની રહ્યું છે.
આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અદ્યતન ડ્રોન ટેક્નોલોજી ( કૃષિ વિમાન). રાણીપુર
ગામના અગ્રણી ખેડૂત કુંતેશ પટેલના ખેતરમાં કૃષિ વિમાન છંટકાવની સેવાનો ડેમો કરવામાં આવ્યો હતો. જેમાં સરકારશ્રીની ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી ખેડૂતના પાકમાં નેનો યુરિયાના થઈ રહેલા છંટકાવની પ્રક્રિયાનું નિરિક્ષણ ખેડૂતો કર્યું હતું. કૃષિ વિભાગના અધિકારીએ ડ્રોન ટેક્નોલોજી અંગે વિગતે જાણકારી આપી હતી. તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ સમય,નાણાંની બચત કરી શકે તેમજ નેનો ફર્ટીલાઈઝરનો ઉપયોગ અને તેના લાભ વિશે વિગતે જાણકારી આપી હતી.
ડ્રોનથી છંટકાવ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેમા ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. અને ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.




સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.
WhatsApp No. 77789 49800
ભરૂચ ચાણક્ય સમાચાર