પોલીસ અધિનિયમ,૧૯૫૧ની કલમ-૪૩ (૧) અન્વયે જાહેરનામું.

0

મેળામાં આવનાર દરેક વ્યકિતએ સૂચનાઓનો ચૂસ્તપણે અમલ કરવા હુકમ.

ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લામાં આવેલ શુક્લતીર્થ ગામે તા. ૨૩/૧૧/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી શુકલેશ્વર મહાદેવનો કાર્તિકી પૂનમનો ધાર્મિક મેળો ભરાનાર છે. જેથી નીચે જણાવેલ કૃત્યોથી ચેપી રોગચાળો ફાટી નિકળવાનો પુરો સંભવ છે. તેથી દરેક વ્યકિતએ નીચેના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

(૧) જે સ્થળો પાણી પીવા માટે નિયત કર્યા હોય તેની નજીકમાં ૧૨ ફૂટના વિસ્તારમાં અથવા જે તે જગ્યા ઉપર ન્હાવું ધોવું કે, કપડા ધોવા કે જાનવરોને નવડાવવા નહિ અને વાહનો ધોવા નહી.
(૨) યાત્રાનાં સ્થળે નિયત કરેલ જગ્યા સિવાય અન્ય જગ્યાઓ પર ઝાડો, પેશાબ કરવા નહિ.
(૩) ગંધાતા, વાસી, અને ઉતરી ગયેલા અગર માનવખાધ માટે બિન ઉપયોગી એવા ફળફળાદિ, પીણા તથા ખોરાક વેચવા નહિ.
(૪) ખાનપાનની દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ તથા પોતાની દુકાનો અસ્વચ્છ અને ગંદી રાખવી નહી.

(૫) યાત્રાળુઓ કોલેરા, શીતળા, પ્લેગ જેવા ચેપી રોગથી પીડાતા હોય તેમણે ફરજ પરનાં સેનેટરી ઈન્સ્પેકટર પાસેથી તેવા રોગ અટકાવવા માટેની દવા-ઈન્જેક્શન વિગેરે અગાઉથી લીધા વગર યાત્રામાં આવવું નહી.

અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ શ્રી એન.આર.ધાધલ, ભરૂચ સને-૧૯૫૧ નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-
૪૩(૧) અન્વયે મળેલ અધિકારની રૂ એ શુક્લતિર્થ અને આજુબાજુના ગામોમાં જ્યાં- જ્યાં યાત્રા ભરાતી હોય તેવા સ્થળોમાં ઉપર જણાવેલ કૃત્યો કરવા સંબંધી જણાવેલ શરતો અને સૂચનાઓનો ચૂસ્તપણે અમલ કરવા આપી હુકમ ફરમાવે છે.

ઉપર જણાવેલા નિયમોનો જે કોઈ વ્યકિત ભંગ કરશે અથવા તેમ કરવામાં મદદ કરશે તેને ગુજરાત પોલીસ અધિનિયમ-
૧૯૫૧ની કલમ-૧૩૧ અનુસાર ત્રણ માસની કેદ અથવા રૂ.૨૦૦/- સુધીના દંડના અગર બંને શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા.
૨૩/૧૧/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ તરફથી મળેલી
એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.

સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.

WhatsApp No. 77789 49800

ભરૂચ ચાણક્ય સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *