ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ -૩૩ ( ૧) બી અન્વયે જાહેરનામું
ભરૂચ શહેર વિસ્તારમાં ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ કલાક ૦૯:૦૦ કલાકથી ૨૩:૦૦ સુધીમાં ભરૂચ શહેર વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો
ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લાનાં ભરૂચ શહેરમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન શોભાયાત્રા તા.૨૮/૦૯/૨૦૨૩ નાં રોજ
કલાક ૦૮:૦૦ થી કલાક ૨૪:૦૦ સુધીમાં નિકળનાર છે. સદર શોભાયાત્રા ભરૂચ શહેર વિસ્તારમાં એડૂસ રોડ,
ચોકસીવાડ,લાલ બજાર,જુના બજાર, લલ્લુભાઈ ચકલા,નવા ડેરા, હાજીખાના બજાર, હાજીખાના ત્રણ રસ્તા થઈ બહારની
ઉંડાઈ, દાંડીયા બજાર, ધોળીકૂઈ, કસક ગરનાળા થી ઝાડેશ્વર ખાતે પહોચી વિસર્જન થનાર છે. જેમાં મોટી મૂર્તિઓ
શકિતનાથ, લીંકરોડ, શ્રવણ ચોકડી થઈ ભાડભૂત ખાતે જનાર છે. આ શોભાયાત્રામાં આશરે ૧૦ થી ૧૫ હજાર જેટલી
જનમેદની એકત્ર થનાર છે. જેથી આ શોભાયાત્રા દરમ્યાન ટ્રાફીક નિયમનને અડચણરૂપ ન થાય તેમજ કાયદો અને
વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જાહેર જનતાની સલામતી માટે વાહન વ્યવહાર પર નિયંત્રણ મૂકવું આવશ્યક જણાય છે.
એન.આર.ધાધલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચને સને-૧૯૫૧ નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-
૩૩(૧)(બી) અન્વયે મને મળેલ સત્તાની રૂ એ, ભરૂચ શહેરમાં તા.૨૮/૦૯/૨૦૨૩ નાં રોજ ૦૯:૦૦ કલાકથી ૨૩:૦૦
કલાક સુધી જાહેર જનતાની સલામતી અને સગવડતા માટે નીચે જણાવ્યા મુજબના રૂટ ઉપર તમામ પ્રકારનો વાહન
વ્યવહાર બંધ કરવા આથી હુકમ કરવામાં આવે છે.
(૧) ધોળીકૂઈ, કસક ગરનાળા ત્રણ રસ્તાથી હાજીખાના ત્રણ રસ્તા તરફ જતો રસ્તો.
(૨) હાજીખાના બજાર ત્રણ રસ્તાથી ચકલા તરફ જતો રસ્તો
(૩) હાજીખાના ત્રણ રસ્તાથી સોનેરી મહેલ સુધી .
(૪) પાંચબતીથી સોનેરી મહેલ એડૂસ રોડ સુધી.(૫) વડાપાડાથી સોનેરી મહેલ તરફ જતો રસ્તો
(૬) શક્તિનાય સર્કલથી શ્રવણ ચોકડી તરફ જતો રસ્તો.
આ હુકમ પોલીસ કે બીજા સરકારી અધિકારી કે જે પોતાની ફરજો અંગે બંદોબસ્ત માટે વાહન લઈને ફરતા હશે
તેઓને તેમજ ગણપતિ વિસર્જનની શોભાયાત્રામાં ગણપતિજીની પ્રતિમા બેસાડેલ / ગોઠવેલ હોય તેવા વાહનોનો
બંધનકર્તા રહેશે નહિ.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલા ભરવામાં આવશ. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચની
અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.
ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No : 9998386006