કરૂણા અભિયાન – ૨૦૨૪
ભરૂચ જિલ્લામાં ૨૧ કલેકશન સેન્ટર તેમજ ઘાયલ થયેલા પક્ષીઓ માટે ૯ સારવાર કેન્દ્રો શરૂ કરાશે.
ઘાયલ પક્ષીઓ માટે વન વિભાગ દ્વારા કરૂણા હેલ્પલાઇન વોટસએપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ તેમજ કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ
હેલ્પલાઇન નંબર-૧૯૨૬ ઉપર જાણ કરવા જાહેર જનતાને અપીલ કરાઈ.
ભરૂચ: બુધવાર:ગુજરાત સરકારશ્રી દ્વારા ચાલુ કરવામાં આવેલ કરૂણા અભિયાન અંતર્ગત ઉતરાયણ પર્વની ઉજવણી દરમ્યાન
પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા તેમજ સમયસર સારવાર આપવા માટે સરકારશ્રીના સબંધીત વિભાગો,
બિનસરકારી સંસ્થાઓ, જીવદયા ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ, પક્ષી બચાવવા સાથે જોડાયેલ યુવાનો અને સામાન્ય પ્રજાના સહયોગથી
તારીખ:-૧૦-૦૧-૨૦૨૪ થી ૨૦-૦૧-૨૦૨૪ દરમ્યાન કરૂણા અભિયાન યોજવામાં આવી રહેલ છે.
ભરૂચ જિલ્લામાં વનવિભાગ/ પશુપાલન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ ના સહયોગથી ૨૧ કલેક્શન સેન્ટર તેમજ ઘાયલ થયેલા
પક્ષીઓની સારવાર માટે ૯ સારવાર કેન્દ્ર ચાલુ કરવામાં આવનાર છે. જિલ્લાની ૯ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ તેમની ટીમ સાથે પક્ષી
બચાવો અભિયાનમાં જોડાયેલ છે. ભરૂચ જિલ્લામા શહેર તેમજ તાલુકાઓમા કાર્યરત કલેક્શન સેન્ટર તેમજ સારવાર કેન્દ્રની વિગતો
જિલ્લાના તમામ વિભાગો/સંસ્થાઓ /બિનસરકારી સંસ્થાઓ/ સામાન્ય પ્રજાને પ્રાપ્ત થાય તે માટે વિવિધ પ્રચારના માધ્યમોથી
માહિતી આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. પર્યાવરણ સુરક્ષાધારા ૧૯૮૬ ની કલમ ૫ ની જોગવાઈ તેમજ પ્રસ્તુત બાબતે
નેશનલ ગ્રીન ટ્રીબયુનલ ના ફરમાવેલ હુકમ મુજબ ચાઈનીઝ માંઝાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેનો ચુસ્તપણે
અમલ થાય તે માટે કલેકટરશ્રી ભરૂચના આદેશથી નગરપાલિકા, વનવિભાગ અને પોલીસ વિભાગના સહયોગથી સઘન કાર્યવાહી
કરવામાં આવનાર છે.
વધુમાં ઘાયલ પક્ષીઓ જોવા મળે તો વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કરૂણા હેલ્પલાઇન વોટસએપ નંબર
૮૩૨૦૦૦૨૦૦૦ તેમજ કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર-૧૯૨૬ ઉપર જાણ કરવા જાહેર જનતાને અપીલ કરવા
નાયબ વન સંરક્ષકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.
WhatsApp No. 77789 49800
Download This App Now https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork