નર્મદા પરિક્રમા માટે આવતા યાત્રાળુઓ માટે પુરી પાડવાની સુવિધાઓના આગોતરા આયોજન માટે કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ પરિક્રમા રૂટની મુલાકાત કરી

ભરૂચ- મંગળવાર – ગુજરાત અને દેશભરમાં નર્મદા નદીની પરિક્રમા ધાર્મિક રીતે ખૂબ જ માહત્મય ઘરાવે છે. નર્મદાની પરિક્રમા
માટે દર વર્ષ હજારો યાત્રાળુઓ મુલાકાત લેતા હોઈ છે. ત્યારે આ પરિક્રમા રૂટ પર સુવિધાના અભાવે પ્રરિક્રમાવાસીઓને મુશ્કેલીઓનો
સામનો ન કરવો પડે તે માટે છે. આ રૂટ પર સુવિધાઓના આગોતરા આયોજન માટે કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ પરિક્રમા રૂટની
મુલાકાત કરી હતી.
આ રૂટની મુલાકાત વેળાએ, પરિક્રમા પર આવેલા અલગ- અલગ સ્થળોની પણ મુલાકાત યોજી સ્થળ પર જ બેઠકનું
આયોજન કર્યુ હતું. પરિક્રમા રૂટ પર નડતી સમસ્યાઓની જેવી કે, ભોજનાલય, લેડીઝ ટોઈલેટ જેવી બાબતો ઉપર ઝિંણવટથી ચર્ચા
કરવામાં આવી હતી. આ સાથે તેમણે તંત્ર દ્વારા આગામી સમયમાં નર્મદા પરિક્રમાના રૂટ પર જરૂરીયાતની તમામ સુવિધાઓ
ઉપલબ્ધ કરાવવાની નેમ પણ વ્યકત કરી હતી.
વધુમાં, નર્મદા પરિક્રમા યાત્રાળુઓને અગવડ ન પડે તે પ્રમાણે થાય તે માટે પણ ચર્ચા અને પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
ભવિષ્યમાં નર્મદા પરિક્રમા માટે જાણીતું બનેલું વમલેશ્વર ગામ આદર્શ ટુરિઝમ સ્પોર્ટ તરીકે વિકસીત થાય તેવા પ્રયાસ કરવા માટે
ભરૂચના કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ નેમ વ્યક્ત કરી હતી.
આ મુલાકાત દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, પ્રવાસન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ
વમલેશ્વર ગામના સરપંચ અને આગેવાનો હાજર રહ્યા હતા.
ભરૂચ ચાણક્ય સમાચાર