સ્વચ્છતા હી સેવા અભિયાન
મોટા સોરવા ગામ ખાતે શાળાના વિદ્યાર્થીઓએ ગૂંજવ્યો સ્વચ્છતાનો સંદેશ.
ભરૂચ-ગુરુવાર- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ‘નિર્મળ ગુજરાત’ના આપેલા વિચારને “સ્વચ્છતા હી સેવા” અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે ફરીવાર આગામી ૮ અઠવાડિયા સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં પણ સ્વચ્છતાના હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના મોટા સોરવા ગામ ખાતે એક છાત્રોએ ગામલોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. “તન સ્વચ્છ તો મન
સ્વચ્છ”, “સૌનો સાથ, ગંદકીનો નાશ” તથા “સ્વચ્છતા ત્યાં સુંદરતા” જેવા સૂત્રોના લખાણ વાળા પ્લેકાર્ડ સાથે વિદ્યાર્થીઓએ નાનકડી રેલી યોજી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી આ અપીલને પગલે ગામમાં જાહેર સ્થળો અને પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા રાખવા
સંકલ્પ કર્યો જેના પગલે વિદ્યાર્થીઓનો ઉત્સાહ બેવડાયો હતો. આમ, વડાપ્રધાનશ્રીના સ્વચ્છતા હી સેવાના અભિગમને આવકારતા બાળ-યુવા અને વડીલ એમ સહુ નાગરિકોમાં દેશને સ્વચ્છ બનાવવા માટે અનેરી ઉર્જા જોવા મળી રહી છે.


ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800