સ્વચ્છતા હી સેવા” ભરૂચ જિલ્લો
ભરૂચ જિલ્લાના નંદેલાવ ખાતે ગ્રામજનોએ ઉત્સાહભેર જાહેર સ્થળોની સાફ-સફાઈ કરી
ભરૂચ- ગુરુવાર- “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશમાં ભરૂચ જિલ્લામાં સ્થાનિકો અને ગામના આગેવાનો સાથે મળી ગામની જાહેર જગ્યાઓ જેમ કે શેરીઓ,તળાવ, નદી, જાહેર સ્મારકો, મંદિરો સહિત વિવિધ વિસ્તારોમાં સાફ-સફાઈ કરી રહ્યા છે.
આજરોજ ભરૂચ તાલુકાના જાહેર સ્થળો અને ગામના આજુબાજુના વિસ્તારની સફાઈ કામગીરી કરવામાં આવી હતી જેમાં
એકત્ર થયેલ તમામ કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવેલ હતો. ગુજરાત સરકારશ્રી દ્વારા બે મહીના માટે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેમાં ગામના સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, સ્વચ્છ ભારત મીશન ગામીણના ટેકનીકલ આસિસ્ટન્ટ, ક્લસ્ટર કો-ઓર્ડીનેટર શ્રી સહિત ગ્રામજનો બહોળા પ્રમાણમાં જોડાયેલ અને સ્વચ્છતા હી સેવા કેમ્પઈન ખરા અર્થમાં સાર્થક થાય તે રીતે કામગીરી કરી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તલાટી કમ મંત્રીશ્રી દ્વારા સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ કરીને જાગૃતિ કેળવવામાં આવી હતી.


ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800