સ્વચ્છતા હી સેવા ભરૂચ
ઝઘડીયા તાલુકાના સેલોદ ગામે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે જાગૃતિ અને કલેક્શન ડ્રાઈવ યોજવામાં આવી
ભરૂચ – સોમવાર- “સ્વચ્છતા હી સેવા” અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના તાલુકાના સેલોદ ગામે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે જન જાગૃતિ ઝુંબેશ અને કલેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં વિવિધ જગ્યાએ જાહેર સ્વચ્છતા,કચરો એકઠો થતો હોય તે જગ્યાની સફાઈ- લોકો ઘરે જે ભીનો અને સુકો કચરો અલગ કરે તે બાબતે જન જાગૃતિ, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, શાળાઓ, જાહેર સ્થળો સહિતના સ્થળોની સાફ સફાઈની ઝુંબેશ ચાલી રહી છે.



સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.
WhatsApp No. 77789 49800
ભરૂચ ચાણક્ય સમાચાર