જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તરફથી બ્યુટી કેર આસીસ્ટન્ટ તાલીમની બહેનોને પ્રમાણપત્રો અર્પણ કરાયા

0

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તરફથી બ્યુટી કેર આસીસ્ટન્ટ તાલીમની બહેનોને પ્રમાણપત્રો અર્પણ કરાયા
ડેક્કન ફાઈન કેમીક્લ્સ પ્રા. લી. દ્વારા ટુલ કિટસનું વિતરણ

ભરૂચ જિલ્લામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નને સાકાર કરવા કટીબધ્ધ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટનાં સંકલનમાં તાલીમ પામેલ બહેનોને સ્વરોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી ડેક્કન ફાઈન કેમીકલ્સ ઈન્ડિયા પ્રા.લી દ્વારા સી.એસ.આર ઈનીશીયેટીવ હેઠળ સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને બ્યુટી પાર્લરનાં સાધનોની કિટ તેમજ પ્રમાણપત્રો મહાનુભાવોના હસ્તે અર્પણ કરાવ્યા હતા. સ્વાગત પ્રવચન કરતા નિયામકશ્રી ઝયનુલ સૈયદ દ્વારા બહેનોને પોતાનો વ્યવસાય સ્થાપવા માટે સરકારશ્રીની યોજનાઓ સાથે સંકલન કરી લાભ લેવા જણાવ્યું હતું.
પ્રાસંગીક પ્રવચન કરતા શ્રી પરેશ મેવાડા પ્રમુખશ્રી ઉત્થાન દ્વારા બહેનોને માર્ગદર્શન આપતા જણાવ્યુ કે હવે તમામ બહેનો ઝડપથી પોતાની સ્વરોગારી પ્રાપ્ત કરી આત્મનિર્ભર બની શક્શે. તાલીમાર્થી બહેનોએ પોતાનો પ્રતીભાવ આપતા જેએસએસ, ઉત્થાન તેમજ ડેક્કન ફાઈન કેમીકલ્સનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ તાલીમ પ્રાપ્ત કર્યા બાદ પોતે સ્વમાન ભેર આત્મનિર્ભર થઈ સમાજમાં પોતાનુ સ્થાન અર્જીત કરશે તેમ જણાવ્યું હતું, જન શિક્ષણ સંસ્થાન નિયામક ભરૂચ દ્વારા મળેલી એક અખબારીયાદીમાં જણાવામાં આવ્યું હતું.

ભરૂચ ચાણક્ય સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *