ભરૂચ જિલ્લામાં ૯૨૮૦ પૂર અસરગ્રસ્તોને રૂ. ૧૭,૫૮,૫૨૦ લાખની કેશડોલ્સ ચૂકવવામાં આવી

0

ભરૂચ: શનિવાર: ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પૂરને કારણે ભરૂચના ૬, અંકલેશ્વરના ૧૫ , ઝઘડિયાના ૧૨, હાંસોટ ૧ અને
વાગરા ૧ એમ કુલ ૩૫ ગામો અસરગ્રસ્ત થયા હતા.આ અસરગ્રસ્ત ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર શ્રી
તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ભરૂચ જિલ્લા પ્રસાશન દ્વારા રાત-દિવસ સતત કામગીરી કરી કેશડોલ્સ અને ઘરવખરી સહાય ચુકવવા માટે સર્વે
ટીમો દ્વારા સર્વે હાથ ધરી અસરગ્રસ્તોને કેશડોલ્સ ચૂકવવામાં આવી છે.

જિલ્લા પ્રસાશન દ્વારા અત્યાર સુધીમાં પૂરઅસરગ્રસ્ત ગામોના કુલ ૯૨૮૦ લોકોને કેશડોલ્સ પેટે રૂ.૧૭,૫૮,૫૨૦
લાખની સહાય ડીબીટી મારફત ચૂકવવામાં આવી છે. જેમાં ભરૂચ ગ્રામ્યમાં ૯૦૫૧ જેટલા લોકોને રૂપીયા ૧૬,૮૦,૨૨૦ના
કેશડોલ તેમજ ભરૂચ શહેરના ૨૩૧ લોકોને રૂપીયા ૭૮,૩૦૦ ની કેસડોલ ચૂકવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અસરગ્રસ્ત એવા ભરૂચ-અંકલેશ્વર શહેર અને ગામડાઓમાં ઘરવખરી,કેશડોલ્સની ચૂકવણીના સર્વે માટે ૪૦ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *