...

જિલ્લા માહિતી કચેરી ભરૂચ ખાતેથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩ વહેલા તે પહેલાના ધોરણે મેળવી શકાશે

0

જિલ્લા માહિતી કચેરી ભરૂચ ખાતેથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩ વહેલા તે પહેલાના ધોરણે મેળવી શકાશે

ધો.૧૦ અને ધો.૧૨ પછીની કારકિર્દી વિષયક મુંઝવતા પ્રશ્નોનું વિશેષાંકમાં નિરાકરણ મળશે

ભરૂચ- ગુરુવાર- ધો. ૧૦ અને ધો. ૧૨ના અભ્યાસ પછીના કારકિર્દી ઘડતર માટેના મહત્વપૂર્ણ તબક્કામાં વિદ્યાર્થીઓના સર્વાંગી
માર્ગદર્શન માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ માહિતી ખાતા દ્વારા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
ધો.૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો, કોલેજો, યુનિવર્સિટીઓ, કારકિર્દીના વિવિધ વિકલ્પો, રોજગારી-
સ્વરોજગારીની તકો, વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અભ્યાસને લગતી બાબતો, મહત્વપૂર્ણ શૈક્ષણિક અને વ્યાવસાયિક જાણકારી
સહિતની અનેકવિધ કારકિર્દીલક્ષી ઉપયોગી માહિતી આ વિશેષાંકમાં સામેલ છે.
કારકિર્દી ઘડતરમાં એન્જિનિયરિંગ ફિલ્ડની વિવિધ શાખાઓ, આધુનિક સમયમાં કારકિર્દીના ઉમદા વિકલ્પો, કાયદા, કૃષિ,
એરોસ્પેસ, સહિતના ક્ષેત્રે કારકિર્દી વિષયક માર્ગદર્શન ઉપરાંત રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી, ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા,
ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના વિવિધ અભ્યાસક્રમો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને ન્યૂ મીડિયા ક્ષેત્રમાં તકો અને બેન્કિંગ
ક્ષેત્રમાં કારકિર્દી સહિતનું માર્ગદર્શન તેમજ યુ.પી.એસ.સી, જી.પી.એસ.સી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિષયક માર્ગદર્શન પણ આ
અંક્માં સમાવિષ્ટ છે.
‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક જિલ્લા માહિતી કચેરી, કણબીવગા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની પાછળ ભરૂચ ખાતેથી રૂ.૨૦/-
ની કિંમતે વહેલા તે પહેલાના ધોરણે મળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.