લોકસભા ચૂંટણી માટે પ્રભારીઓની જાહેરાત કરી, વિજય રૂપાણી અને પૂર્ણેશ મોદીને સોંપી મહત્ત્વની જવાબદારી. BJP હાઇકમાન્ડનો ગુજરાતના નેતાઓ પર ભરોસો ‘HIGH’
ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 23 રાજ્યના ચૂંટણી પ્રભારીઓની યાદી જાહેર કરી છે. ગુજરાતના બે નેતા પર ભાજપે વિશ્વાસ મૂકીને મહત્ત્વની જવાબદારી સોંપી છે. વિજય રૂપાણીને ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. પંજાબમાં સહપ્રભારી તરીકે નરેન્દ્રસિંહને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ તેમજ દમણના પ્રભારી નિયુક્ત કરવામા આવ્યા છે.
ભાજપે ઉત્તરાખંડની કમાન દુષ્યંત કુમાર ગૌતમને આપી છે. પ્રકાશ જાવડેકરને કેરળ માટે લોકસભા ચૂંટણીના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. રાધા મોહન દાસ અગ્રવાલ કર્ણાટકના પ્રભારી હશે, સુધાકર રેડ્ડીને સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
પંજાબમાં વિજય રૂપાણી, દીવ અને દમણમાં પૂર્ણેશ મોદી
વિજય રૂપાણીને ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે તેમજ પંજાબમાં સહપ્રભારી તરીકે નરેન્દ્રસિંહને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ તેમજ દમણના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાજપે 25 જાન્યુઆરીએ ચૂંટણીનું થીમ સોંગ લોન્ચ કર્યું
ભાજપે 25 જાન્યુઆરીએ લોકસભા ચૂંટણી 2024 માટે પ્રચારની શરૂઆત કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેમ્પેનની શરૂઆત કરી હતી.
આ દરમિયાન ભાજપનું ખાસ ચૂંટણી થીમ સોંગ પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. ભાજપે કહ્યું હતું કે લોકોની ભાવનાઓને સમજીને પાર્ટીએ સોન્ગ અપનાવ્યું છે. પાર્ટીએ કહ્યું છે કે નવું સ્લોગન પાર્ટીના મોદી ગેરંટી અભિયાનને પૂરક બનાવે છે.
આ સાથે પીએમ મોદીએ 2024ની ચૂંટણી માટે ભાજપના ચૂંટણીઢંઢેરા માટે જનતા પાસેથી સૂચનો માગ્યા છે. તેમણે કહ્યું હતું કે નમો એપ અને https://www.narendramodi.in/ પર મેનિફેસ્ટો અંગે કોઈપણ સલાહ આપી શકે છે.
પીએમ મોદીએ યુપીના બુલંદશહરથી ચૂંટણીપ્રચારની શરૂઆત કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 જાન્યુઆરીએ યુપીના બુલંદશહરથી ચૂંટણીપ્રચારની શરૂઆત કરી હતી. 2014માં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે તેમણે બુલંદશહરથી ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું હતું. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી પીએમની આ પહેલી રેલી છે. ચૂંટણીપ્રચાર માટે પીએમ મોદીએ પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું કાર્યસ્થળ પસંદ કર્યું છે, જેઓ રામમંદિર આંદોલનમાં હીરો હતા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ સ્થાન પસંદ કરવા પાછળ ભાજપનો હેતુ રામમંદિરને લઈને તેના પક્ષમાં બનેલા વાતાવરણને જાળવી રાખવાનો છે.
ભરૂચ ચાણક્ય સમાચાર.
સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.WhatsApp No. 77789 49800
Download this app now:https://play.google.com/store/apps/details?id=com.aaaos.chanakyamedianetwork