ભરૂચ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્નારા જિલ્લા કક્ષાની પ્રાચીન- અર્વાચીન રાસ સ્પર્ધામાં યોજાશે
ભરૂચ-બુઘવાર- રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશ્નરશ્રી યુવક સેવા અને
સાંસ્ક્રુતિક પ્રવુત્તિઓ,ગાંધીનગર દ્વ્રારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ભરૂચ દ્વ્રારા સંચાલિત
જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન તારીખ ૩૦/૦૯/૨૦૨૩ ના રોજ યોજાનાર છે. આ સ્પર્ધામાં રાસ,
પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા એમ કુલ ૩ સ્પર્ધાનું આયોજન થશે. આ સ્પર્ધામાં રાસ માટે ૧૪ થી ૪૦ વર્ષની વયજૂથમાં આવતાં લોકો ભાગ લઈ શકશે, જ્યારે પ્રાચીન તથા અર્વાચીન ગરબામાં ૧૪ થી ૩૫ વર્ષની વયજુથમાં આવતાં લોકો ભાગ લઈ શકશે. ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીની કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડ,સેવાશ્રમ રોડ,ભરૂચ ખાતેથી નિયત નમુનાનું ફોર્મ મેળવી.
તા.૨૫/૦૯/૨૦૨૩ સુધીમાં પરત મોકલી આપવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
ભરૂચ ચાણક્ય સમાચાર.