ધોરણ-૧૦ના પરિણામમાં ભરૂચ જિલ્લાનું ૬૧.૦૭ ટકા પરિણામ નોંધાયું
ધોરણ-૧૦ના પરિણામમાં ભરૂચ જિલ્લાનું ૬૧.૦૭ ટકા પરિણામ નોંધાયું
જિલ્લાના કુલ ૧૮૨૬૧ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા : ૧૦૨ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ, ૭૯૧ વિદ્યાર્થીઓ A2 ગ્રેડ અને ૧૮૦૭ વિદ્યાર્થીઓ B1 ગ્રેડ સાથે ઉત્તી
ભરૂચ – ગુરુવાર – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ ૧૪મી થી ૨૮મી
માર્ચ,૨૦૨૩ દરમિયાન ધોરણ- ૧૦ (SSC) ની જાહેર પરીક્ષાઓ યોજાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લામાં કુલ નોંધાયેલા ૧૮૨૬૧
વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે તા.૨૫મી મે,૨૦૨૩ને ગુરૂવારના
રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ના જાહેર કરાયેલા ઓનલાઈન પરિણામમાં
ભરૂચ જિલ્લામાં કુલ ૧૧૧૫૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા જિલ્લાનું કુલ ૬૧.૦૭ ટકા પરિણામ નોંધાયું હતું. જે પૈકી ૧૦૨
વિદ્યાર્થીઓ A1 અને ૭૯૧ વિદ્યાર્થીઓએ A2 અને ૧૮૦૭ વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. પરીક્ષામાં ઉતીર્ણ થનાર તમામ
વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લામાં સૌથી વધુ પરિણામ ભરૂચ-૦૩ કેન્દ્રનું ૭૮.૨૯ ટકા નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરીયા કેન્દ્રનું
૩૮.૫૭ ટકા નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં એકપણ શાળાનું પરિણામ 0 (શૂન્ય) નોંધાયું નથી.