ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા આયોજન મંડળ’ની બેઠક યોજાઈ

0

પ્રભારીમંત્રીશ્રીએ ભરૂચ જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠક કાર્યવાહી નોંધની સમીક્ષા સંદર્ભે માર્ગદર્શન પુરુ પાડીને રચનાત્મક સૂચનો આપ્યા

ભરૂચ- બુધવાર: રાજ્યના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી
કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે ‘જિલ્લા આયોજન મંડળ’ ની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સહ ઉપાધ્યકક્ષ શ્રી તુષાર સુમેરાએ પ્રભારીમંત્રીશ્રીનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. ત્યારબાદ બેઠકમાં આગાઉ ત્રણ વર્ષના કામોની સમિક્ષા કરવામાં આવી હતી. વિવિધ સાત જેટલા એજન્ડાની સમિક્ષા કરી આયોજન હેઠળ MLADS, ૧૫% વિવેકાધીન ૫% પ્રોત્સાહક, ATVT યોજના, માન. ધારાસભ્યશ્રી ફંડ, વિકાસશીલ તાલુકા જોગવાઇ વગેરે હેઠળ મંજૂર થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ આયોજન હેઠળની વિવિધ યોજનાના મંજૂર થયેલા કાર્યોના તેમજ ચાલુ વર્ષના સૈદ્ધાંતિક મંજૂરીના કામોના તાંત્રિક અંદાજ સહિતના અન્ય કામોની સમીક્ષા કરી બહાલી આપવામાં આવી હતી.
આયોજનના ભાગરૂપે સૌ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સાથે ઝીણવટપૂર્વક ચર્ચા-વિચારણા કરીને આયોજનને વધુ સુદ્દઢ
બનાવવા માટે સબંધિત અધિકારીશ્રીઓને પ્રભારીમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતીએ માર્ગદર્શન પુરુ પાડીને કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા.
અત્રે નોંધનીય છે કે, આ બેઠકમાં જિલ્લા પંચાયત અધ્યકક્ષશ્રી અલ્પાબેન પટેલ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લાના સર્વેધારાસભ્યોશ્રીઓ, આમંત્રિત સભ્યો તેમજ તાલુકા પંચાયતના પ્રમુખતશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, સહ ઉપાધ્યકક્ષ શ્રી તુષારસુમેરા, તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.આર. જોશી, અને તમામ પ્રાંત અધિકારીઓ સાથે સંબંધિત અધિકારીઓને અનેકર્મચારીઓ મિંટીંગમાં હાજર રહ્યા હતા.

ભરૂચ ચાણક્ય સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *