ભરૂચ-સોમવાર- પૂર ઓસર્યો બાદ પૂરપ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે ભરૂચ જિલ્લાની આરોગ્યની ટીમ ખડેપગે રહીને આનુષંગિક સેવા આપી રહી છે. આ દરમ્યાન આરોગ્યની ટીમ ફરજના ભાગરૂપે ગામેગામ ફરીને કાદવ – કીચડવાળા માર્ગોને પાર કરીને પણ લોકોને આરોગ્યની સેવા પહોચાડી રહ્યા છે.