ભરૂચ જિલ્લા કલેક્ટરે મતદાર સુધારણા ખાસ ઝુંબેશ દિવસ સંદર્ભે ભરૂચના વિવિધ સ્થળોની મુલાકાત લીધી
ભરૂચ-મંગળવાર- લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૦૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
જેને અનુસંધાને મતદારયાદી સુધારણાનો ખાસ ઝુંબેશ દિવસ સંદર્ભે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ ભરૂચ ખાતે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, મહાદીવ્યા વિદ્યાલય વગેરે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઇ મતદાર નોંધણી અંગેની થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે હાજર લાઈઝનીંગ અધિકારીઓને મતદાર જાગૃતિ અંગે જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા.




સમાચાર આપવા માટે આ નંબર સંપર્ક કરો.
WhatsApp No. 77789 49800
ભરૂચ ચાણક્ય સમાચાર.