એક ઇસમને ચોરી કરેલ મો.સા. સાથે ઝડપી પાડી મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ભરુચ શહેર “એ”ડીવીઝનપોલીસ

0

-પ્રેસનોટ:-

ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે,

એક ઇસમને ચોરી કરેલ મો.સા. સાથે ઝડપી પાડી મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ભરુચ શહેર “એ”ડીવીઝનપોલીસ

તા.૦૫/૦૬/૨૦૨૩

ગત વર્ષે તા.૦૫/૦૭/૨૦૨૨ ના રોજ અત્રેના ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. ખાતે ગુ.ર.નં. પાર્ટ એ-૧૧૧૯૯૦૧૦૨૨૦૭૦૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ હોન્ડા કંપનીની SP 125 મોડલની મો.સા. નંબર GJ-16-DE-9939 (કિ.રૂ.૭૦,૦૦૦/-)નો ચોરીનો ગુનો નોંધવામાં આવેલ, જે ગુનો આજદિન સુધી વણ શોધાયેલ હોય,જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદર વિભાગ,વડોદરાતથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલ સાહેબ નાઓ તરફથીઉપરોક્ત ગુનો શોધી કાઢવા તથા જીલ્લામાં બનતામો.સા. ચોરીના મિલકત સબંધી ગુના બનતા અટકાવવા સારૂ સુચના મળતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.કે.પટેલભરૂચ વિભાગ, ભરૂચ નાઓના માર્ગદર્શનઆધારે,

પોલીસ ઇન્સપેક્ટરસુ શ્રી બી.એલ.મહેરીયા ભરુચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે.નાઓ દ્વારા ઉપરોક્ત સુચનાઓ તથા માર્ગદર્શન આધારે પોલીસ માણસોની અલગ-અલગ ટીમો બનાવી સદર ગુનો શોધી કાઢવાનાપ્રયત્નો હાથ ધરવામા આવેલ જે અનુસંધાને રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ “VISWAS”

(Video Integration & State Wide Advance Security)”અંતર્ગત ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાની મદદથી ચોરીમાં ગયેલ હોન્ડા SP 125 મો.સા.નં GJ-16-0E-9939 ની ભરૂચ શહેર વિસ્તારમાં અલગ અલગ સમયે કરતી હોવાનું જણાય આવેલ જે અનુસંધાને હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા માહીતી મળેલ કે ચોરીમાં ગયેલ મો.સા. રેલ્વે સ્ટેશન થી પાંચબત્તી સર્કલ તરફ આવી રહેલ છે. જેની જાણ થતા સમય સુચકતા વાપરી શાલીમાર ત્રણ રસ્તા ખાતેથી ઉપરોક્ત મો.સા. પર એક ઇસમ પસાર થતા રોકી લઈ સઘન પુછ-પરછ કરતા ગલ્લા-તલ્લા કરી ઉડાઉ જવાબ આપતા હોય જેથી વધુ યુક્તિ-પ્રયુક્તિ થી પુછ-પરછ કરતા સદર ઇસમ માનસીક રીતે ભાગી પડેલ અને પોતે જ સદર મો.સા આશરે એક વર્ષ પહેલા ચોરી કરી હોવાની કબુલાત કરેલ જેથી ચોરીમાં ગયેલ હોન્ડા કંપનીની SP 125 મોડલની મો.સા. નંબર GJ-16-DE-9939ની અંદાજીત કિં.રૂ. ૭૦,૦૦૦/- વધુ તપાસ અર્થે કબજે કરેલ છે. તેમજ પકડાયેલ આરોપીને ઉપરોક્ત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

(૧)મહંમદ યાસીન યુનુસ બાજીભાઇ ઉ.વ.૨૨,ાલ રહે. આશિયાના નગર, શેરપુરા, તા.જી. ભરૂચ, મુળ રહે,મુસ્લીમ રીલીફફ્રન્ટ કોલોની, દેત્રાલ, તા.જી.ભરૂચ

કબ્જે કરેલ મુદામાલ:-

(૧)હોન્ડા કંપનીની SP 125 મોડલની મો.સા. નંબર GJ-15-DE-9939 ની અંદાજીત કિં.રૂ. ૭૦,૦૦૦/- શોધી કઢાયેલ ગુનાની વીગત:-

(૧) ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ એ-૦૭૦૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતિહાસ –

(૧) ભરૂચ શહેર “સી” ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ એ-૦૪૧૫/૨૦૨૩ ઇ.પી કો. કલમ ૩૭૯ મુજબ →કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ:-

પોલીસ ઇન્સપેક્ટર સુ.શ્રીબી.એલ.મહેરીયા, પો.સ.ઇ. એસ.બી.સરવૈયા, ASI રાજેન્દ્રભાઇ, હૈ.કો ભાનુપ્રસાદ,તથા પો.કો. સરફરાજભાઈ,પો.કો.શક્તિસિંહ, પો.કો. અજયસિંહ, પો.કો. પંકજભાઇ,પો.કો. સમીરભાઇનાઓ દ્વારા તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ભરૂચ શિફ્ટ ઇચા. AS) કાંતિભાઇ નઓ તથા તેઓના સ્ટાફ દ્વારા ટીમવર્ક થી કરવામાં આવેલ છે.

ભરૂચ ચાણક્ય સમાચાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *